રાજ્યમાં 14 હજાર પ્રાથમિક સ્કૂલો મર્જ, 1,657 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક છે. જેમાં પ્રાયમરી, સેકન્ડરી સહિતની કુલ 26 હજારથી વધુ સ્કૂલ મર્જ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીની નહિવત્ સંખ્યાના કારણે સ્કૂલો મર્જ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. તથા ગુજરાતમાં સરકારી સ્કૂલોને તાળાં અને ખાનગી સ્કૂલોને પરવાના અપાઈના આક્ષેપો લાગ્યા છે.
આ પણ વાંચો: આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, પેપર લીક જેવા અનેક મુદા્ઓ પર લેવાય શકે છે મોટા નિર્ણય
શિક્ષણ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી હોવાના દાવા
ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી હોવાના દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતાં હોય છે, જોકે ગુજરાતમાં 1,657 સ્કૂલો એવી છે જે આજે પણ માત્ર એક શિક્ષકની ચાલે છે, વર્ષ 2021-22ની સ્થિતિની કબૂલાત ખુદ સ્કૂલ એજ્યુકેશન વિભાગે કરી છે, એટલું જ નહિ પરંતુ 26,591 સ્કૂલોને મર્જ કરવામાં આવી છે, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય અને નજીકમાં જ બીજી સ્કૂલ ચાલતી હોય તો તેવા કિસ્સામાં સ્કૂલને મર્જ કરી દેવાઈ હોવાનો બચાવ કરાયો છે.
સ્કૂલો મર્જ કરવામાં આવી હોવાના દાવા કર્યા
ગુજરાતમાં જે 26,591 સ્કૂલો મર્જ કરવામાં આવી છે તેમાં સૌથી વધુ 13,827 પ્રાયમરી સ્કૂલનો સમાવેશ થાય છે, એ જ રીતે 4,638 સેકન્ડરી સ્કૂલ અને 8,126 સિનિયર સેકન્ડરી સ્કૂલનું એકત્રીકરણ કરવામાં આવ્યું હોવાની કબૂલાત સરકારના શિક્ષણ વિભાગે કરી છે. ગુજરાતમાં અગાઉ વિપક્ષે સરકારી સ્કૂલોને તાળાં મારી દીધાની બુમરાણ મચાવી હતી, જેના બચાવમાં સરકારે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત્ હોય તેવા કિસ્સામાં સ્કૂલો મર્જ કરવામાં આવી હોવાના દાવા કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સચિવાલયની ગલીઓમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અંદરની વાત બહાર આવી
વિદ્યાર્થીઓ કઈ રીતે ભણતાં હશે તે પણ એક મોટો સવાલ
બીજી તરફ જે 1657 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલી રહી છે તેમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ભણતાં હશે તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે, તેવો મુદ્દો શિક્ષણ સાથે સંકળાયેલા આગેવાનોનો છે. ગુજરાતમાં સરકારી સ્કૂલોને તાળાં અને ખાનગી સ્કૂલોને પરવાના અપાઈ રહ્યાના પણ આક્ષેપો થયા છે. એક જ શિક્ષકથી ચાલતી શાળા મામલે ગુજરાતના પાડોશી રાજ્યોની સ્થિતિ બદતર છે, મધ્ય પ્રદેશમાં 16,630 સ્કૂલો, રાજસ્થાનમાં 10,878 અને મહારાષ્ટ્રમાં 5,906 સ્કૂલો એવી છે જે માંડ એક જ શિક્ષકથી ચાલે છે. ઉત્તર પ્રદેશમાં આવી 8,040, કર્ણાટકમાં 7848, ઝારખંડમાં 7,322, તેલંગાણામાં 6,392, આંધ્રપ્રદેશમાં 12,386, બિહારમાં 5227, છત્તીસગઢમાં 5480, ઓડિસામાં 3169, પંજાબમાં 2523, તેલંગાણામાં 6392, ઉત્તરાખંડમાં 3455, જમ્મુ કાશ્મીરમાં 2448, હિમાચલ પ્રદેશમાં 3039 સ્કૂલોમાં માંડ એક જ શિક્ષણ ભણાવે છે.