બિઝનેસ

મોંઘવારીનો વધુ માર, 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો

Text To Speech

રાજ્યમાં પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ગૃહિણીને ફરી ઘરનું બજેટ મેનેજ કરવું પડશે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. 10 દિવસમાં સિંગતેલમાં 60 રૂપિયાનો વધારો થયો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજાર આસપાસ પહોંચી ગયો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ 2950 થયો છે. જયારે કપાસિયા, પામોલીન તેલના ભાવ યથાવત છે. પ્રજાએ ફરી મોંઘવારીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં સતત વધારો, સામાન્ય નાગરિક હસતા મોઢે ભારણ ઝીલવા મજબૂર

આ કારણથી ભાવમાં વધારો

સિંગતેલમાં ફરી ભાવ વધારો કરાયુઓ છે. મગફળીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ હાલમાં આવક ઓછી થઈ રહી છે તેમજ બારમાસી તેલ ભરવાની સિઝન પણ 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એવામાં 10 દિવસમાં સિંગતેલમાં પ્રતિ ડબ્બે રૂપિયા 60નો વધારો થયો છે. 17 માર્ચના રોજ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2950નો થયો હતો. મગફળીની આવક ઓછી હોવાને કારણે પીલાણ પણ ઘટી રહ્યું છે. અત્યારે સૌરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 ટકા જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : મોંઘવારીનો વધુ એક ઝટકો, અમુલે ફરી એક વાર ઘીના ભાવમાં કર્યો ભારે વધારો

કપાસિયા, પામોલીન તેલનો ભાવ યથાવત

સિંગતેલમાં રૂપિયા 60નો વધારો થયો છે જ્યારે કપાસિયા, પામોલીન તેલના ભાવ યથવાત છે. કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 1810 થયો હતો. પામોલીન તેલનો ડબ્બો 1545, સરસવ તેલ 1930નો થયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર હાલમાં ખાદ્યતેલમાં સામાન્ય લોકો તરફથી ખરીદી નથી.

Back to top button