નેશનલમનોરંજન

જેકલીન ફર્નાન્ડીઝના નોરા ફતેહી ઉપરના મની લોન્ડરિંગ કેસમાં 21 જાન્યુઆરીએ વધુ સુનાવણી

Text To Speech

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડની છેતરપિંડીના કેસ માટે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા નોરા ફતેહીએ જેકલીન સામે માનહાનિનો કેસ કર્યો હતો. હવે પટિયાલા કોર્ટ 21 જાન્યુઆરીએ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ નોરા ફતેહી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદની સુનાવણી કરશે. નોરાએ આરોપ લગાવ્યો હતો કે મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ ખોટી રીતે ખેંચવામાં આવ્યું હતું.

શું છે આરોપ જેકલીન ઉપર ?

આ કેસમાં નોરા ફતેહીએ પોતાની ફરિયાદમાં જેકલીનની સાથે 15 મીડિયા સંસ્થાઓ પર આરોપ લગાવ્યો છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયા સમક્ષ ફરિયાદ લાવવામાં આવી હતી, જેમણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કપિલ ગુપ્તાને મામલો સોંપ્યો હતો. આ પછી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગુપ્તાએ કેસની સુનાવણી 21 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.

શું છે સમગ્ર કેસ ?

નોરા ફતેહીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ બળપૂર્વક લાવવામાં આવ્યું છે. અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેને સુકેશ સાથે કોઈ લેવાદેવા નથી. તે સુકેશને તેની પત્ની લીના મારિયા પોલ દ્વારા ઓળખતી હતી. ઉપરાંત, નોરાએ સુકેશ પાસેથી કોઈ મોંઘી ભેટ લેવાનો ઈન્કાર કર્યો છે.

બંનેનો એકબીજા ઉપર ફસાવ્યાનો આરોપ

નોરાએ આરોપ લગાવ્યો છે કે જેકલીન પોતાના ફાયદા માટે તેની કરિયર બરબાદ કરી રહી છે. ત્યારે જેક્લિને ED સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે, જ્યારે નોરા જેવા સેલેબ્સે સુકેશ પાસેથી મોંઘી ભેટ લીધી હતી. નોરાને સાક્ષી બનાવીને તેને ફસાવી દેવામાં આવી છે. આ અંગે નોરાએ જેકલીન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

Back to top button