રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી મળતું ભંડોળ ઘટી શકે છે


નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી મળતા ભંડોળમાં કાપ મુકવામાં આવી શકે છે. તેનો ભલામણ અહેવાલ 31 ઓક્ટોબર સુધીમાં સોંપવામાં આવશે. જો રિપોર્ટમાં કરાયેલા ભલામણો કેન્દ્ર સરકાર દ્વારા માનવામાં આવે તો તેને 2026-27થી લાગુ કરવામાં આવશે. જેનાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તણાવ વધી શકે છે.
રાજ્ય સરકારોએ લાગુ કરવા માટે ફરજ પડાશે
સૂત્રોએ જણાવ્યા અનુસાર, અર્થશાસ્ત્રી અરવિંદ પનગરિયાના નેતૃત્વ હેઠળની પેનલ ભલામણો કરશે, જેનો અમલ કરવા સરકારોને ફરજ પાડવામાં આવશે. આ પેનલ રાજ્યોને કેન્દ્ર તરફથી મળતો કરનો હિસ્સો વર્તમાન 41 ટકાથી ઘટાડીને ઓછામાં ઓછો 40 ટકા કરવાની ભલામણ કરશે.
કેન્દ્રને લગભગ 350 અબજ રૂપિયા મળી શકે છે
આ દરખાસ્તને માર્ચના અંત સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની મંજૂરી મળે તેવી શક્યતા છે અને ત્યારબાદ તેને નાણા પંચને મોકલવામાં આવશે. ચાલુ વર્ષના અપેક્ષિત કર વસૂલાતના આધારે, કર આવકમાં રાજ્યોના હિસ્સામાં એક ટકાનો ઘટાડો કેન્દ્રને લગભગ રૂ. 350 અબજની આવક કરાવી શકે છે.
રાજ્યોનો કર હિસ્સો ઘટાડવાની માંગ
1980માં રાજ્ય સરકારોને મળતા કરનો હિસ્સો 20 ટકા હતો, જે હવે વધીને 41 ટકા થઈ ગયો છે. પરંતુ, કેન્દ્ર સરકારનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખાસ કરીને આર્થિક મંદીને કારણે તેને વધુ પૈસાની જરૂર પડશે. આના કારણે, રાજ્યોનો કર હિસ્સો ઘટાડવાની માંગ વધવા લાગી છે.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભામાં CAG નો બીજો રિપોર્ટ રજૂ થશે, ભાજપ સરકાર AAP ને ફરી ઘેરશે