ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

5 વર્ષમાં રાજકીય પાર્ટીઓને ગુજરાતમાંથી મળ્યું 174 કરોડ રૂપિયાનું ફંડ, એકલા ભાજપના જ ખાતામાં આવ્યા 163 કરોડ

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ થવાનું છે. ત્યારે આ પહેલાં ચૂંટણી બોન્ડથી પાર્ટીને મળનારી ફંડિંગ પર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 2017થી 2021 વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ્સ ફંડની રકમ સૌથી વધુ મળી છે. આ રકમ કોંગ્રેસથી 16 ગણી વધુ છે. રિપોર્ટ મુજબ ચાર રાજકીય પક્ષ જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને એસકેએમને નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતના 1,571 દાતાઓ તરફથી 174.06 કરોડ રુપિયાનું કોર્પોરેટ ફંડ મળ્યું છે.

ભાજપના ખાતામાં બે તૃતિયાંશ ચૂંટણી ફંડ
આ પાંચ વર્ષના સમયગાળામાં 1,519 દાનદાતાઓ તરફથી 163.54 કરોડ રુપિયાની કોર્પોરેટ ફંડની રકમ મેળવવાની યાદીમાં ટોચ પર ભાજપ હતું. તો કોંગ્રેસને આ દરમિયાન માત્ર 10.46 કરોડ રૂપિયા મળ્યા છે. દાન તરીકે રાજકીય પક્ષોને 343 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ મળ્યા છે. તો 174 કરોડનું કોર્પોરેટ દાન છે. પાર્ટી નાણાકીય વર્ષ 2018-19માં કોર્પોરેટ દાનની રકમ મેળવવામાં પણ અગ્રેસર હતી, જેની કિંમત 46.22 કરોડ રૂપિયા હતી. જે કોંગ્રેસને 2.61 2.61 કરોડથી લગભગ 18 ગણી વધી હતી.

છેલ્લાં 5 વર્ષમાં પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે તેના પર કરીએ એક નજર

વર્ષ ભાજપ કોંગ્રેસ આપ અન્ય
2016-17 3.145 0.714 0.03 00
2017-18 35.064 3.585 00 00
2018-19 46.22 2.61 00 00
2019-20 40.125 3.37 00 00
2020-21 38.988 0.725 0.007 0.02
કુલ 163.544 10.464 0.037 0.02

ગુજરાત ચૂંટણીમાં પ્રવેશનારી AAPને મળ્યું આટલું ફંડ
ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરનારી નવી પાર્ટી આમ આદમીને પણ પાંચ વર્ષના સમયગાળામાં કોર્પોરેટ દાનમાં કુલ 3.2 લાખ રૂપિયા મળ્યા છે. 2017-2020 વચ્ચે એકપણ રકમ દાનમાં નથી મળી.

ગુજરાતમાંથી મળ્યું 4 ટકાથી વધુનું કોર્પોરેટ ફંડ
પાંચ વર્ષની અવધિમાં રાજકીય પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ 4,014.58 કરોડ રૂપિયાના કોર્પોરેટ ફંડમાંથી 4.34 ટકા એટલે કે 174.06 કરોડ રૂપિયા ગુજરાતમાંથી મળ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 74.3 કરોડ રુપિયાનું ફંડ પ્રૂડેન્ટ ઈલેક્ટોરલ નામની એક બ્રાંચથી આવ્યા છે. આ ટ્રસ્ટની મદદથી ગુજરાતની છ કંપનીઓએ ફાળા આપ્યો છે.

દેશની રાજકીય પક્ષની વાત કરીએ તો તમામ પાર્ટીને કુલ મળીને 16 હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. જેમાં 80 ટકા ડોનેશન એટલે કે 12,842 કરોડ રૂપિયા માત્ર આઠ રાષ્ટ્રીય દળોને મળ્યું છે. જ્યારે ક્ષેત્રીય પાર્ટીને 3 હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે.

શું હોય છે ચૂંટણી બોન્ડ?
ચૂંટણી બોન્ડ એક પ્રકારનું વચન પત્ર હોય છે જેને નાગરિક કંપની ભારતીય સ્ટેટ બેંકની કોઈ પણ બ્રાંચમાંથી ખરીદી શકે છે. આ બોન્ડ નાગરિક કે કોર્પોરેટ પોતાની પસંદ મુજબ કોઈપણ પોલિટિકલ પાર્ટીને ડોનેટ કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ કે પછી પાર્ટી આ બોન્ડને ડિજિટલ ફોર્મમાં કે પછી ચેક તરીકે ખરીદી શકે છે. આ બોન્ડ બેંક નોટની સમાન જ હોય છે.

Back to top button