આનંદ મેળો બન્યો મોતનો મેળો! વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત
શ્રાવણની શરુઆત થઈ રહી છે ત્યારે રાજ્યમાં ઠેર-ઠેર આનંદ મેળા જામી રહ્યા છે. ત્યારે બોટાદમાં પણ આનંદ મેળો જામ્યો હતો. પરંતુ એક બાળક માટે આનંદ મેળો મોતનો મેળો સાબિત થયો છે. મેળામાં કરંટ લાગવાની ઘટનામાં 10 વર્ષના બાળકનો જીવ ગયો છે.
ઇલેક્ટ્રીક પોલમાં અટકી જતા બાળકનું મોત
મળતી માહિતી મુજબ વંશ અશોકભાઈ હિરાણી નામના બાળકનું મોત થયું છે. આનંદ મેળામાં ઇલેક્ટ્રીક પોલને અટકી જતા મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આનંદ મેળો બંધ કરાવ્યો હતો ત્યાર બાદ બાળકના મૃતદેહને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડાયો આનંદ મેળા ના સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મૃત બાળકના પિતાએ માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં મેળાઓનું આકર્ષણ વધુ રહેતું હોય છે ત્યારે બોટાદમાં બનેલી કરંટ લાગવાની ઘટનામાં 10 વર્ષના બાળકનો જીવ ગયો છે.
આ ઘટના બાદ મેળામાં આવેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મેળામાં પરિવાર હસી-ખુશી સાથે ગયો હતો પરંતુ જ્યારે પરત ફર્યો ત્યારે ભારે ગમમાં હતો, કારણ કે તેમણે પોતાનો 10 વર્ષના માસૂમને મેળામાં બનેલા અકસ્માતના કારણે ગુમાવી દીધો હતો.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટનાં નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક