દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ભર શિયાળે ચોમાસાની આગાહી
હાલમાં ઉત્તર ભારતમાં શિયાળો પૂરબહારમાં જામ્યો છે. પર્વતીય રાજ્યોમાં બરફવર્ષા જોરદાર થઈ રહી છે. જો કે તેની અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં થવા લાગી છે. હવામાન વિભાગે ચેતવણી આપતાં જણાવ્યું કે દેશનાં વિભિન્ન વિસ્તારોમાં ઝડપી પવન, વરસાદ અને ધુમ્મસનાં ટ્રિપલ અટેક થવાની સંભાવના છે. જે પૈકી દક્ષિણના રાજ્યોમાં આવનારા રવિવાર સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે.
4 ડિસેમ્બરનાં ચક્રવાતનું આગમન, આ રાજ્યોમાં થશે અસર
4 ડિસેમ્બર 2022ની આસપાસ દક્ષિણ અંદમાન સાગરમાં એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ઊભરાવાની શક્યતાઓ છે. જેનો પ્રભાવ 5 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેના નજીકનાં તટીય દક્ષિણ અંદમાન સાગરની ઉપર ઓછા દબાણની સ્થિતી સર્જાઇ શકે છે. આ ચક્રવાત પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તરફ અને આવનારાં 48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાળી પર દબાણનાં રૂપમાં કેન્દ્રીત થવાની સંભાવનાં દેખાઇ રહી છે. આ બાદ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમની તરફ અને 8 ડિસેમ્બરનાં તમિલનાડુ-પોંડીચેરીનાં તટની નજીક પહોંચવાની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગ અનુસાર આવનારાં 4થી 5 દિવસો સુધી કર્ણાટક, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપમાં મધ્યમગતિએ વરસાદ થવાની છે. આ સિવાય 3 ડિસેમ્બરનાં તમિલનાડુમાં ભારે વરસાદ થવાનો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.