ફૂલ ટાઈમ નોકરી પાર્ટ ટાઈમમાં ચોરી: એન્જિનિયરે 17 ટૂ-વ્હીલની કરી ચોરી

એન્જિનિયરની ડિગ્રી અને નોકરી હોવા છતાંય 22 વર્ષના યુવકને ચોરી કરવાનો શોખ હોય તેવી ઘટના સામે આવી છે. નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા 17 ટુ વ્હિલર ચોરી કરનાર 22 વર્ષના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.અમદાવાદમાં વારંવાર અનેક ચોરી, લુટ, ઘરેલુ હિંસાના કિસ્સાઓ પોલિસ દ્વારા પકડવામાં આવતા હોય છે ત્યારે એક ભણેલો ગણેલો 22 વર્ષનો યુવક નોકરી હોવા છતાંય 17 એક્ટીવાની ચોરી કરી છે.
વાહન ચોરી કરવાની પડી આદત
અમદાવાદ શહેરના નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના કુલ-17 ગુન્હાઓ ડીટેક્ટ કર્યા છે. આ ગુન્હામાં પકડાયેલ આરોપી ઉમંગ દિલીપભાઇ ગાંડાલાલ વાછાણીની માત્ર 22 વર્ષનો છે. તેને અભ્યાસમાં એન્જિનિયરિંગ કરી છે અને હાલ નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ પકડાયેલ આરોપી જાહેર પાર્કિંગમાં અથવા રોડની સાઇડમા અથવા કોઇપણ દુકાન, મેડીકલ આગળ ચાવી ભરાવેલ હાલતમા પડેલ એક્ટીવાની ચોરી કરી લેતો હતો.

પોલીસે આ રીતે કરી આરોપીની ધરપકડ
નારણપુરા પોલીસ સ્ટેશનના ઈન્સપેકટર બી.એલ.વડુકર, પો.સબ.ઈન્સ. ડી.કે.જાડેજા તથા પો.સબ.ઇન્સ. પી.જે.ખાંટના દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે. વિસ્તારમા બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધવા સુચના આપવામાં આવી હતી આ સૂચના મુજબ બન્ને ટીમોએ નારણપુરા પોલીસ સ્ટેશનમા નોધાયેલ એક્ટીવા ચોરીના ગુનાઓની બનાવવાળી અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઇ હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી બન્ને ટીમોએ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન વોચ ગોઠવીને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

આરોપીએ ગુન્હો કબૂલતા કહ્યું..
પૂછ પરછ વખતે આરોપીએ પોતે આ ચોરી કરેલ હોવાનો ગુન્હો કબૂલ કર્યો હતો. આરોપીએ તે ઉપરાંત અન્ય કુલ-17 એક્ટીવાની ચોરી કર્યા અંગેની પણ કબુલાત કરી છે. ચોરી કરેલી 17 માંથી 15 એક્ટીવા જેની કુલ્લે કિ.રૂ. 7,90,000ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી નારણપુરા, વાડજ, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિ. અને સેટેલાઇટ પોલીસ સ્ટેશન ના કુલ-15 ગુના ડીટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલી છે. મળતી માહિતી મુજબ બીજા બે એક્ટીવા મેળવવાની તપાસ તજવીજ હાલ ચાલુ છે.
આ પણ વાંચો:PM મોદી વંદે ભારતમાં વિદ્યાર્થીઓને મળ્યા, પેઈન્ટિંગ જોઈને પૂછ્યો આ સવાલ