fukrey-3 50 કરોડની ક્લબમાં સામેલઃ રિચા ચઢ્ઢા સિદ્ધિવિનાયકના શરણે!


- ‘ફુકરે 3’એ તેની રિલીઝના માત્ર 5 દિવસમાં અડધી સદી વટાવી દીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મને વીકેન્ડ અને ગાંધી જયંતિનો બંપર ફાયદો મળ્યો છે.
કોમેડી ફિલ્મ ‘ફુકરે 3’ થિયેટર્સમાં રિલીઝ થઇ તેને 5 દિવસ પૂરા થઇ ગયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પુલકિત સમ્રાટ, રિચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી અને વરૂણ શર્માની સુપર કોમેડી ‘ફુકરે 3’ લોકોને ખુબ પસંદ આવી રહી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 5 જ દિવસમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ‘ફુકરે 3’એ તેની રિલીઝના માત્ર 5 દિવસમાં અડધી સદી વટાવી દીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મને વીકેન્ડ અને ગાંધી જયંતિનો બંપર ફાયદો મળ્યો છે.
‘ફુકરે 3’ની સક્સેસ બાદ રિચા ચઢ્ઢા ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે મુંબઇ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગઇ હતી. અહીં રિચાએ બાપ્પાના આશીર્વાદ લીધે અને તેને તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. રિચા ચઢ્ઢા સફેદ સૂટ પહેરીને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. તે સુંદર લાગી રહી હતી.
મહત્વનું છે કે, શાહરૂખ ખાનની જવાન અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરને માત આપીને તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે તેના પહેલા સોમવારે, ‘ફુકરે 3’ 11.50 કરોડ રૂપિયાની મબલક કમાણી કરવામાં સફળ રહી છે.
Fukrey 3ની અપેક્ષા કરતાં વધુ કમાણી
Fukrey 3એ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. ‘ફુકરે 3’એ પહેલા દિવસે 8.20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી 7.81 કરોડ રૂપિયા હતી. ત્રીજા દિવસે ‘ફુકરે 3’નું કલેક્શન વધ્યું અને ફિલ્મે 11.67 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે એટલે કે ચોથા દિવસે, ‘ફુકરે 3’ એ 15.18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે માત્ર 5 દિવસમાં ‘ફુકરે 3’ એ બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાયું, પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશે