ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

નીરવ મોદીની 29 કરોડની સંપત્તિ જપ્ત, PNB કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી

  • અત્યાર સુધીમાં EDએ 2596 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી ચૂકી છે

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) મુંબઈ ઝોનલ ઑફિસે આજે બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ નીરવ મોદીની 29 કરોડ 75 લાખ રૂપિયાની સ્થાવર મિલકત અને બેંક બેલેન્સ જપ્ત કરી હતી. PNB બેંક કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદી વિરુદ્ધ EDએ આ કાર્યવાહી કરી છે. 6498 કરોડના આ બેંક ફ્રોડ કેસમાં EDએ CBI FIR પર ECIR નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન EDને નીરવ મોદી અને તેની ગ્રૂપ ઓફ કંપનીઓની કરોડોની કિંમતની જમીન અને બેંક ખાતાની જાણકારી મળી હતી.

 

આ પહેલા પણ અત્યાર સુધીમાં EDએ નીરવ મોદી અને તેની સાથે સંકળાયેલી 2596 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી ચૂકી છે. EDએ PNB બેંક ફ્રોડના કેસમાં ભારતીય દંડ સંહિતા 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમો હેઠળ CBI, BS અને FC બ્રાન્ચ, મુંબઈ દ્વારા નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી છે.

નીરવ મોદીના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ

મુંબઈની સ્પેશિયલ કોર્ટ (FEOA) દ્વારા ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018ની જોગવાઈઓ હેઠળ રૂ. 692.90 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. પીડિત બેંકોને 1052.42 કરોડ રૂપિયા સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

ED દ્વારા PMLA, 2002 હેઠળ સ્પેશિયલ કોર્ટ સમક્ષ નીરવ મોદી અને સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સાથે, ધરપકડ કરાયેલા ભાગેડુ નીરવ મોદી સામે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તે UKના લંડનમાં ચાલી રહી છે.

નીરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં બંધ 

આ વર્ષની શરૂઆતમાં નીરવ મોદીએ UKની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને UKની કોર્ટે સાતમી વખત તેના જામીન ફગાવી દીધા હતા. જામીનના આદેશ સામે નીરવ મોદીએ યુકે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જે બાદમાં પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલમાં તે બ્રિટિશ જેલમાં બંધ છે અને વધુ તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ભારતીય કાયદા મુજબ કૌભાંડો માટે તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે. આ કેસમાં ભારત સરકારે બ્રિટિશ સરકારને પ્રત્યાર્પણ માટે અપીલ પણ કરી હતી.

આ પણ જૂઓ: કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના 2 આતંકી ઠાર મરાયા

Back to top button