ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકાની સરકારે સોમવારથી એક સપ્તાહ માટે સરકારી કચેરીઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. કારણ કે આર્થિક સંકટગ્રસ્ત રાષ્ટ્રમાં ઇંધણની કટોકટી વધુ ઘેરી બની છે. શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે કોલંબો શહેરની તમામ સરકારી અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાના શિક્ષકોને વીજ પુરવઠાની સમસ્યાઓના પગલે આગામી સપ્તાહથી ઓનલાઈન વર્ગો ચલાવવા જણાવ્યું છે.
ડેઈલી મિરરે અહેવાલ આપ્યો છે કે, દેશમાં તીવ્રપણે ઘટી રહેલા ઈંધણના જથ્થાને કારણે શ્રીલંકા પર તેની આયાત માટે વિદેશી ચલણમાં ચૂકવણી કરવાનું દબાણ છે, જેણે દેશની અર્થવ્યવસ્થાને સ્થગિત કરી દીધી છે.
શુક્રવારે જાહેર વહીવટ અને આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ઇંધણ પુરવઠા પરના નિયંત્રણો, નબળી જાહેર પરિવહન વ્યવસ્થા અને ખાનગી વાહનોના ઉપયોગમાં મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ પરિપત્ર ન્યૂનતમ સ્ટાફ સાથે સોમવારથી કામ કરવા માટે છૂટ આપવામાં આવે છે. જો કે પરિપત્ર મુજબ આરોગ્ય ક્ષેત્રે કામ કરતા તમામ કર્મચારીઓ કામ કરવાનું ચાલુ રાખશે.