ફળ-શાકભાજી ક્યારેય નહીં થવા દે કેન્સર-ડાયાબિટીસ જેવી ઘાતક બિમારી
- ફળ અને શાકભાજીમાંથી મળશે ઢગલો વિટામીન્સ અને મિનરલ્સ
- ફળ અને શાકભાજી વધવા નથી દેતા વજન
- હાવર્ડ યુનિવર્સીટીએ કરેલા અભ્યાસમાં થયો ખુલાસો
ફળ અને શાકભાજી ખાવાના અગણિત ફાયદા છે. તેમાં તમામ પોષક તત્વો મળી આવે છે. તે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે. ફળ અને શાકભાજીમાં વિટામીન અને મિનરલ્સ સારી એવી માત્રામાં હોય છે. તમામ લીલી-પીળી અને નારંગી રંગની શાકભાજી કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, બીટા કેરોટીન, વિટામન બી કોમ્પેલક્સ, વિટામીન સી, વિટામીન એ અને વિટામીન કેનો સારો સ્ત્રોત છે.
હાર્વર્ડની હેલ્થ અનુસાર ફળ-શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે, હ્રદય રોગ અને સ્ટ્રોકનો ખતરો ઘટે છે. કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે. આંખો અને પાચન સમસ્યાનું જોખમ ઘટે છે. બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે. સફરજન, નાસપતિ અને લીલા પાંદડાવાળા શાકભાજી નોન સ્ટાર્ચ વાળા શાકભાજી છે. આ શાકભાજી અને ફળ ખાવાથી વજન ઘટી શકે છે. તેનો ગ્લાઇસેમિક લોડ ઘટે છે અને બ્લડ શુગરનો ખતરો ઘટે છે.
હાર્ટ ડિસીઝનો ખતરો ઘટે છે
ફળ અને શાકભાજીના વધુ સેવનથી હ્રદય રોગ અને તેનાથી થતા મૃત્યુનુ જોખમ ઘટે છે. રોજ ફળ અને શાકભાજી ખાવાથી દિલના રોગ અને મૃત્યુનુ જોખમ ઘટે છે. આ જોખમ લગભગ ચાર ટકા ઓછુ થાય છે. પાલક, સરસવનું શાક હ્દય રોગના જોખમને ઘટાડે છે.
બ્લડ પ્રેશર રહેશે કાબુમા
રોજ ફળ અને શાકભાજી ખાવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. ફળ અને શાકભાજીનું સેવન લોઅર બ્લડપ્રેશરથી જોડાયેલુ છે. તમારે બ્રોકોલી, ફુલગોબી, પત્તાગોબી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કેળ, સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરવુ જોઇએ.
કેન્સરનું જોખમ ઘટશે
કિશોરાવસ્થાથી જ ફળ અને શાકભાજી ખાવાથી બ્રેસ્ટ કેન્સર વિકસિત થવાનો ખતરો 25 ટકા ઘટે છે. કિશોરાવસ્થા દરમિયાન તમારે સફરજન, કેળા, દ્રાક્ષ, મકાઇનું વધુ સેવન કરવુ જોઇએ. તેનાથી ટ્યુમરનો ખતરો ઘટે છે. બ્રોકલી, કોબી, ફ્લાવર, લસણ, ડુંગળીના સેવનથી મોં, ગળા, અન્નનળી અને પેટ સહિત અનેક પ્રકારના કેન્સરથી બચી શકો છો.
ડાયાબિટીશનો ખતરો ઘટે છે
બ્લુબેરી, દ્રાક્ષ, સફરજનનું સેવન કરવાથી ટાઇપ ટુ ડાયાબિટીસનું જોખમ ઘટે છે. યુવાન છોકરા છોકરીઓ 24 વર્ષની ઉંમરમાં ફળ અને શાકભાજીનું વધુ સેવન કરે તો તેમને વજન વધવાની આશંકા ઘટે છે.
આ પણ વાંચોઃ ચોમાસામાં વધી શકે છે ફંગલ ઇંફેક્શનનો ખતરોઃ આ રીતે કરો બચાવ