ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યશવંત સિન્હાના ટ્વીટથી રાષ્ટ્રપતિની ચૂંટણીના વિપક્ષી ઉમેદવાર તરીકેની અટકળો તેજ…

Text To Speech

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ પોતાના ઉમેદવારને લઈને સતત મંથન કરી રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ઝઘડો અને લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ સામાન્ય ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આજે NCPના વડા શરદ પવારે પણ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે, જેમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પર ચર્ચા કરવામાં આવી રહી છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ થકમાં યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ કરી શકે છે.

રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારોના નામ પર દેશમાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, યશવંત સિંહના એક ટ્વિટથી આ અટકળોને વધુ મજબૂતી મળી છે. ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ટ્વીટ કર્યું, મમતાજીએ મને ટીએમસીમાં આપેલા આદર અને પ્રતિષ્ઠા માટે હું તેમનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે વિપક્ષી એકતા માટે મારે પાર્ટીથી દૂર જવું પડશે. તેના માટે કામ કરવું પડશે. મને ખાતરી છે કે તેઓ આ પગલું સ્વીકારશે. ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાના આ ટ્વિટ એવી અટકળોને વેગ આપી શકે છે કે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી ઉમેદવાર તરીકે ગણવામાં આવશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો દિગ્ગજ નેતાઓએ ઇનકાર કર્યો હતો. જ્યારે એનસીપી પ્રમુખ શરદ પવારે ઇનકાર કર્યો ત્યારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી દ્વારા બે નામ સૂચવવામાં આવ્યા હતા, જેઓ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા. પ્રથમ નામ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાનું હતું અને બીજું નામ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંધીનું હતું. જોકે, આ બંને લોકોએ અલગ-અલગ કારણોસર પોતાના નામ પણ પાછા ખેંચી લીધા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટીએમસી યશવંત સિંહાનું નામ સૂચવવાની તૈયારી કરી રહી છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના આ ટ્વીટથી રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉત્સાહ વધારી દિધો છે. તમને જણાવી દઈએ કે, યશવંત સિંહા બીજેપી છોડીને ટીએમસીમાં જોડાયા હતા. યશવંત સિંહા 1960માં IAS માટે પસંદ થયા હતા, તેમને 12મું સ્થાન મળ્યું હતું. તેઓ 2009ની ચૂંટણી જીત્યા હતા, જ્યારે તેમને 2014માં ભાજપની ટિકિટ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ ધીમે-ધીમે નરેન્દ્ર મોદીથી દૂર થતા ગયા અને 21 વર્ષ સુધી ભાજપમાં રહ્યા બાદ 2018માં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતુ.

વિપક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંભવિત સંયુક્ત ઉમેદવાર તરીકે માની રહ્યા હતા. કેટલાક વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાનું નામ પ્રસ્તાવમાં રાખ્યું હતું, જેના પર સહમતિ બની ગઈ છે. માનવામાં આવે છે કે યશવંત સિન્હા 27 જૂને ઉમેદવારી નોંધાવશે.

Back to top button