ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાત કોંગ્રેસના ક્યાં ધારાસભ્ય પક્ષના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રીનશોટ થયા વાયરલ ? જાણવા વાંચો આ અહેવાલ
ગુજરાતમાં ચાલુ વર્ષ એ ચૂંટણીનું વર્ષ છે. સંભવતઃ ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજાશે તેવું દરેક અત્યારના સમીકરણો પરથી લાગી રહ્યું છે. તેવામાં અનેક નેતાઓ ચૂંટણી નજીક આવતા જ પોતાની અપેક્ષા પક્ષ પાસે સેવાઈ નહિ તો નારાજ ચાલતા હોય છે. તેવામાં આજે સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય પક્ષથી નારાજ હોય અને એટલે જ તેમણે પાર્ટીનું વોટ્સએપ ગ્રૂપ છોડી દીધું હોય તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ વાત છે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાની.
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી કોંગ્રેસના નેતા અને ધોરાજીના MLA લલિત વસોયા લેફ્ટ થયાના સ્ક્રિનશોટ વાઇરલ થયા હતા. આ મામલે મીડિયા દ્વારસ લલિત વસોયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે, કોઈએ ટીખળ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,હું એક પણ ગ્રુપમાંથી લેફ્ટ નથી થયો. કોઈએ ટીખળ કરી મને બદનામ કરવા ખોટા સ્ક્રીનશોટ વાઈરલ કર્યા છે. હું વ્હોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયો એવું જો કોઈ સાબિત કરી બતાવે તો ધારાસભ્ય પદ છોડવા પણ તૈયાર છું.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસના 3 વ્હોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં જસદણ કોંગ્રેસ પરિવાર, રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ 2022ના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોય તેવું લખેલું છે.
તાજેતરમાં ભાજપના અનેક નેતાઓ સાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે વસોયા
મહત્વનું છે કે, લલિતભાઈ વસોયાના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થવાના જે સ્ક્રીનશોટ વાયરલ થયા છે તેને જોતા તેઓ પક્ષથી નારાજ છે તેવું માનવામાં આવી રહ્યું છે અને આ બાબત સાબીત થઈ શકે તેવી પણ છે કારણકે તાજેતરમાં વસોયા અનેક જાહેર કાર્યક્રમોમાં ભાજપના અનેક નેતાઓ સાથે જોવા મળ્યા છે.