વેઇટ લોસથી લઇને ડાયાબિટીસમાં મદદ કરશે આ જાદુઇ સમર ફ્રુટ
- સફેદ જાંબુ ફક્ત ગરમીમાં જ જોવા મળે છે
- તેને વેક્સ જાંબુ, રોઝ એપલ કે વોટર એપલ પણ કહેવાય છે
- આ ફળ તમારી હેલ્થને અનેક રીતે ઉપયોગી છે
તમે હંમેશા ડાયાબિટીસના દર્દીઓને કાળા જાંબુ ખાવાની સલાહો સાંભળી હશે. ગરમીમાં મળી આવતુ આ ફળ વ્યક્તિના શરીર અને સ્કીન બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, શું તમે જાણો છો માત્ર કાળા જાંબુ નહી, પરંતુ સફેદ જાંબુ પણ તેના ગુણના લીધે લોકોની વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સફેદ જાંબુને વેક્સ જાંબુ, રોઝ એપલ કે વોટર એપલ પણ કહેવાય છે.
ગરમીની સીઝનમાં મળતા આ જાદુઇ ફળનો આયુર્વેદિક દવાઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. સફેદ જાંબુમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને આયરન જેવા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે. તે તમારી સ્કિન, ડાઇજેશન અને વાળ માટે ઉત્તમ છે. જાણો સફેદ જાંબુના સેવનથી કયા કયા લાભ થાય છે.
સફેદ જાંબુના ફાયદા
પાચનમાં સુધારો
સફેદ જાંબુમા ફાઇબરની માત્રા વધુ હોવાની સાથે સાથે ટેનિનની ઉચ્ચ માત્રા પણ રહેલી છે. આ કારણે પાચનમાં સુધારાની સાથે કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. તેમાં રહેલા નેચરલ રેચક ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમના લક્ષણો દુર કરવામાં મદદ કરે છે.
ઇમ્યુનિટી કરે છે બુસ્ટ
સફેદ જાંબુમાં રહેલુ વિટામીન સી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. જે કોશિકાઓને નુકશાન પહોંચાડીને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપે છે.
આંખોની રોશની
સફેદ જાંબુમાં રહેલુ નાઇયાસિન ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવા અને હાનિકારક ટ્રાઇગ્લિસરાઇડ, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ કારણે હ્રદયનું આરોગ્ય સારુ રહે છે. તેમાં રહેલુ વિટામીન બી અને વિટામીન સીનું પ્રમાણ આંખોની રોશની વધારવા અને મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે.
વેઇટ લોસ
વ્હાઇટ જાંબુમાં કેલરીની માત્રા ઓછી અને ફાઇબર વધુ હોય છે. આ કારણે આ ફળ વેઇટલોસમાં પણ ફાયદો પહોંચાડી શકે છે. તેમાં રહેલુ ફાઇબર તમને પુર્ણ અને સંતુષ્ટ મહેસુસ કરવામાં મદદ કરે છે. તે ક્રેવિંગને ઘટાડે છે અને ઓવરઇટિંગને રોકવામાં મદદ કરે છે.
ડાયાબિટીસને રાખશે કન્ટ્રોલમાં
ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ જાંબુ સારા માનવામાં આવે છે. તે બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તેના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. આ ફળને ખાવાથી ગળાનું સંક્રમણ ઠીક થવાની સાથે પેટ ફુલવાની સમસ્યા દુર થાય છે.
હાઇ બ્લડ પ્રેશર
હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ દર્દીઓ માટે સફેદ જાંબુનુ સેવન ફાયદાકારક છે. ફાઇબરથી ભરપૂર હોવાના કારણે તે કોલેસ્ટ્રોલની સ્થિતિને ઠીક રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું પોતાના ‘સપનાનું ઘર’