અમદાવાદઃ અમદાવાદમાં આજથી 22 સપ્ટેમ્બર સુધી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ એક્સ્પોને લઈને શહેરના કેટલાંક માર્ગો પરનો રૂટ બંધ કરવામાં આવ્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ કરી છે. તારીખ 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ડિફેન્સ એક્સપો જોવા આવશે. તે માટે ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય તેમજ દિવાળીનો તહેવાર હોવાથી લોકોને અગવડતા ન પડે તે માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યા છે. આ ચાર દિવસ દરમિયાન લોકોએ આ જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે.
Important Notification:
From 18th-22nd Oct 2022 Program of Defense Expo 2022 is arranged at Sabarmati Riverfront in Ahmedabad City.
During this, there will be a restricted road for vehicular movements.@sanghaviharsh @InfoGujarat @GujaratPolice @DefencePRO_Guj pic.twitter.com/E1YbWHVwSw— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 18, 2022
18થી 22 સુધી રિવરફ્રન્ટના આ રૂટ બંધ
- રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો રસ્તો બંધ: 18થી 22 ઓક્ટોબર સુધી બપોરે 3થી રાતના 9 સુધી વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
- વૈકલ્પિક વ્યવસ્થા: વાડજ સ્મશાન ગૃહ કટ-વાડજ સર્કલ-ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ-બાટા શો રૂમ ચાર રસ્તા-ડિલાઈટ ચાર રસ્તા-નહેરૂબ્રિજ ચાર રસ્તા પહોંચ્વું.જ્યાંથી ટાઉનહોલ ચાર રસ્તા-પાલડી ચાર રસ્તા-મહાલક્ષ્મી પાંચ રસ્તા-અંજલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ અવર જવર કરી શકાશે.
- રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો રસ્તો બંધ: સવારે 8થી રાતના 9 સુધી ડફનાળા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ રોડથી પૂર્વનો આંબેડકર બ્રિજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
- વૈકલ્પિક વ્યવસ્થા: ડફનાળા ચાર રસ્તા-શાહીબાગ અંડરબ્રિજ- નમસ્તે સર્કલ-દિલ્લી દરવાજા-મીરઝાપુર રોડ થઈ વીજળી ઘર તેમજ લાલ દરવાજા રોડનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
રિવરફ્રન્ટના બંને તરફના રસ્તાઓ બંધ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 18થી 22 ઓક્ટોબર સુધી ડિફેન્સ એક્સ્પો અને એર-શો યોજાવવાનો છે. જેને લઈને સરકારે લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. સુરક્ષા બળની અલગ અલગ પાંખો દ્વારા અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે ચાર દિવસ સુધી અલગ અલગ કરતબો બતાવવામાં આવશે. જેના કારણે આ રિવરફ્રન્ટ પર બંને તરફ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. આ કારણથી અમદાવાદ ટ્રાફિક પોલીસે રિવરફ્રન્ટના બંને તરફના રસ્તાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ તેના માટે ચાર દિવસ સુધી વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
છેલ્લાં ઘણાં દિવસથી ડિફેન્સના હેલિકોપ્ટર અમદાવાદના આકાશમાં ઉડી રહ્યાં છે
છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ શહેરના રિવરફ્રન્ટની આસપાસ સુરક્ષા દળના જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના આકાશમાં ડિફેન્સના હેલિકોપ્ટર ફરી રહ્યા છે. તારીખ 18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ તરફના માર્ગને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ડિફેન્સ એક્સ્પો જોવા માટે ઈ-ટિકિટ ફરજિયાત
સુરક્ષા દળના જવાનો દ્વારા આયોજિત ડિફેન્સ એક્સ્પોને જોવા માટે ઈ-ટિકિટ લેવી ફરજિયાત રહેશે. તેના માટે www.eventreg.in/registration/visitor વેબસાઈટ પર જઈ ઈ-ટિકિટ મેળવી શકાશે. આ ટિકિટ વિનામૂલ્યે મળશે. પરંતુ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વારા પર ક્યૂઆર કોડ અથવા બારકોડ સ્કેન કરાવવાનો રહેશે. ઈ-ટિકિટમાં ઉલ્લેખ કરાયેલી તારીખ અને સમય પર જ પ્રવેશ મળશે. આધારકાર્ડ, લાઈસન્સ કે પાનકાર્ડ પ્રવેશ દ્વાર પર બતાવવું પડશે.