હવે લગ્નના બેન્ડ બાજા સંભળાશે, જાણો નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત


- વર્ષ 2024ના છેલ્લા બે મહિના નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. આજથી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગશે
HD ન્યુઝ ડેસ્કઃ આ વર્ષે દેવઉઠી એકાદશી 12 નવેમ્બર 2024, મંગળવારના રોજ ઉજવવામાં આવી રહી છે. આ સાથે ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. વર્ષ 2024ના છેલ્લા બે મહિના નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચાર મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે. આ સમયગાળા દરમિયાન લગ્ન સહિતના શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે.
તે જ સમયે કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે અને આ દિવસથી લગ્નનો સમયગાળો ફરી શરૂ થાય છે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના વિવાહ કરાવાય છે. સાથે સાથએ આ દિવસ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસીજીની પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. દેવઉઠી એકાદશી બાદ નવેમ્બર મહિનામાં વિવાહના શુભ મુહૂર્ત આવી રહ્યા છે. જાણો લગ્ન માટે કયા કયા શુભ મુહૂર્ત છે?
નવેમ્બરમાં લગ્ન માટેનો શુભ સમય
હિન્દુ ધર્મમાં લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર સહિતના તમામ શુભ કાર્યો શુભ મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્નની તારીખ ચંદ્ર, સૂર્ય અને ગુરુની શુભ સ્થિતિને જોઈને નક્કી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં લગ્ન કરવાથી લગ્નજીવન સુખી રહે છે. નવેમ્બર મહિનામાં 17, 18, 23 અને 25 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત બની રહ્યા છે. આ સિવાય વર્ષ 2024ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં 2,3,4,6,7,10, 11 અને 14 લગ્ન માટે શુભ મુહૂર્ત છે.
આ પણ વાંચોઃ વિષ્ણુ ભગવાને શા માટે કર્યા હતા તુલસી સાથે વિવાહ? શું છે કથા?