ગુજરાતટોપ ન્યૂઝ

આજથી રાજ્યમાં નવી જંત્રી લાગુ પણ બિલ્ડરોની મુખ્યમંત્રી સાથેની બેઠક પર સૌ કોઈની નજર

Text To Speech

જંત્રીના ભાવમાં થયેલા વધારાના પડઘા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી પહોંચશે. આજથી જ્યારે એક તરફ સરકારે જમીનની જંત્રીના નવા ભાવ અમલ કરવાની વાત કરી છે ત્યારે રાજ્યના બિલ્ડરોના વર્ગ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની માંગણી છે કે, આ નિર્ણય હાલ પૂરતો પાછળ લઈ જવામાં આવે અને નવા નિયમો સાથે 1 મેથી નવી જંત્રીનો દર લાગુ કરવામાં આવે.

આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

આ માટે આજે સવારે રાજ્યના ક્રેડાઇ-ગાહેડના 15 જેટલા આગેવાનો મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મુલાકાત કરશે. જેમાં તેઓ પોતાની રજુઆત કરશે. આ અંગે બિલ્ડરોનું માનવું છે કે, દસ-બાર વર્ષમાં જમીનના ભાવ વધ્યા છે તે માની શકાય છે. પરંતુ તેની સાથે જ ફિનિશ્ડ ગુડ્ઝ જેમાં મકાનોનો સમાવેશ થાય છે, તેની કિંમતો જમીનના ભાવના પ્રમાણમાં વધી નથી, એટલે જંત્રીમાં આટલો જંગી વધારો કમરતોડ છે. જેનાથી લોકોને પણ તકલીફ પડી શકે છે.

Hum Dekhenege News

શનિવારે જ્યારે રાત્રે સરકાર દ્વારા નવા નોટિફિકેશન હેઠળ રાજ્યમાં જંત્રીના ભાવ બમણા કરવાની જાહેરાત કરી ત્યારથી જ બિલ્ડર સમૂહમાં ચડવડ ચાલી રહી છે. તેમજ બિલ્ડરોનું માનવું છે કે, સરકારના ઓવરનાઇટ નિર્ણયથી તો ભારે વિસંગતતાઓ સર્જાઈ છે, જેને કારણે બિલ્ડરોના ચાલી રહેલા પ્રોજેક્ટ વાયેબલ બનશે નહીં અને નાના-મધ્યમવર્ગીય માણસોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ તરફ નવી જંત્રી લાગુ થવાના કારણે રાજ્યની તમામ ક્લેકટર કચેરી ખાતે સ્ટેમ્પિંગથી લઈ દસ્તાવેજના કામો માટે મુશ્કેલી ન ઊભી થાય તેના માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે. જેના કારણે તમામ પરિસ્થિતિને સરળતાથી પહોંચી વળવામાં આવે. જ્યારે રાજ્ય સરકારે તમામ ક્લેક્ટરોને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોક્કસ પગલાં ભરવા તાકીદે કર્યા છે.

આ પણ વાંચો : જંત્રીના દર વધારાથી ક્યાંક ખુશી ક્યાંક ગમ !, શું થશે તમને અસર ?

Back to top button