- RTO નો નવો નિયમ આજથી લાગુ થઇ ગયો છે
- નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ
- ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે
ગુજરાતમાં હવેથી નંબર પ્લેટ સાથે જ વ્હીકલનું વેચાણ થશે. જેમાં RTO નો નવો નિયમ આજથી લાગુ થઇ ગયો છે. તેમાં વાહન રજિસ્ટ્રેશનની તમામ કામગીરી ડિલરોને સોંપાઈ છે. નંબર પ્લેટ વગરના વ્હીકલ વેચાય તો ડિલર લાયસન્સ રદ કરવામાં આવશે. તેમજ RTOના નવા નિયમને લઈ ડીલરોમાં અસંતોષ છે.
આ પણ વાંચો: સુરત : સગીરના અપહરણ કેસમાં બેદરકારી બદલ કડોદરાના પીઆઇ સસ્પેન્ડ
વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી
ઉલ્લેખનીય છે કે ડીલરોને નવી જવાબદારીમાં અનેક ખામીઓ છે. કારણ કે વેરિફિકેશનની સત્તા ન હોઈ સમસ્યા સર્જાશે. જેમાં તમામ ડિલર્સે કામગીરી કરવાની રહેશે. જેમાં હવેથી નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સે જ કરવાની રહેશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.
ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે
હાલની પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.
નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ
આજથી નંબર પ્લેટ સાથે જ કારનું વેચાણ થઇ શકશે. જેમાં નંબર પ્લેટ વગરની કાર વેચશે તો 30 દિવસ માટે ડિલર લાયસન્સ રદ્દ થશે. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જવાબદારી ડિલરો કેવી રીતે લઈ શકે તેમ ડીલરો જણાવી રહ્યાં છે. જેમાં વેરિફિકેશનની સત્તા ડિલર પાસે નથી. AMC ટેકસનાં ટોકન મળતાં ઘણી વાર લાગે છે ત્યારે ટેકસ વગર વાહન નંબર કેવી રીતે મળશે. તમામ RTOમાં અલગ અલગ ડોક્યુમેન્ટ મંગાય છે ત્યારે તેનું એકસરખું લીસ્ટ જાહેર કરવું જોઈએ તેમ ડિલરોની માગ છે. આજથી નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.