ગુજરાતટ્રેન્ડિંગ

આજથી અમદાવાદ એરપોર્ટ-વડોદરા વચ્ચે GSRTCની વોલ્વો બસ દોડશે, જાણો શું રહેશે સમય

Text To Speech
  • અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે સવારે 6 અને રાતે 11.30 કલાકે ઉપડશે
  • વડોદરાથી અમદાવાદ એરપોર્ટ માટે બપોરે 3.15 અને રાતે 7.30 વાગે ઉપડશે
  • એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે

આજથી અમદાવાદ એરપોર્ટ-વડોદરા વચ્ચે GSRTCની વોલ્વો બસ દોડશે. જેમાં અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે સવારે 6 અને રાતે 11.30 કલાકે ઉપડશે. આવનારા દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર અને ભુજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની ચર્ચા થઇ રહી છે. તેમજ વડોદરાથી અમદાવાદ એરપોર્ટ માટે બપોરે 3.15 અને રાતે 7.30 વાગે ઉપડશે.

આ પણ વાંચો: આજથી ગુજરાતની તમામ શાળામાં 35 દિવસ, કોલેજમાં 49 દિવસનું ઉનાળુ વેકેશન 

અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે સવારે 6 અને રાતે 11.30 કલાકે ઉપડશે

અમદાવાદ એરપોર્ટ પરથી રાજકોટ વચ્ચે દોડતી GSRTCની વોલ્વો બસને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને વડોદરા વચ્ચે પણ આજથી વોલ્વો બસ દોડાવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે સવારે 6 અને રાતે 11.30 કલાકે ઉપડશે જ્યારે વડોદરાથી અમદાવાદ એરપોર્ટ માટે બપોરે 3.15 અને રાતે 7.30 વાગે ઉપડશે. આવનારા દિવસોમાં ભુજ અને ઉદયપુર જેવા શહેરો માટે પણ વોલ્વો સેવા શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે

રાજકોટ માટે અમદાવાદ એરપોર્ટથી ફેબ્રુઆરીમાં શરૂ કરાયેલી GSRTCની વોલ્વોમાં પેસેન્જરો મળવાને પગલે વડોદરા માટે પણ આ સેવા શરૂ કરવામાં આવી છે. વડોદરાથી પણ ઘણાં પેસેન્જરો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવા અમદાવાદ એરપોર્ટ પર આવતાં હોય છે. જેથી ઘણાં પેસેન્જરોને કાર ભાડે કરીને અમદાવાદ આવવું પડતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે. આવનારા દિવસોમાં રાજસ્થાનના ઉદયપુર અને ભુજ સુધી વોલ્વો બસ ચાલુ કરવાની વાટાઘાટો ચાલી રહી છે. જેની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Back to top button