બનાસકાંઠા: કાંકરેજના થરા પાસેથી રૂ. ૫.૪૪ લાખનો બિન કાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો


- એલસીબી પોલીસે 300 કટ્ટા નો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ
બનાસકાંઠા 21 જુલાઈ 2024 : બનાસકાંઠા એલસીબી પોલીસે કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાંથી બિન કાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઇ ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કાંકરેજના ઉણ ગામ નજીક આવેલ પાંજરાપોળ સામે હાઇવે પરથી એક આઇસર જેનો આરટીઓ રજીસ્ટર નંબર જીજે.12. બી ડબલ્યુ 3181મા બિન કાયદેસર યુરિયા ખાતર સાથે પસાર થવાની છે. જે હકીકત આધારે એલસીબી સ્ટાફ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા આઇસર ટ્રક માં કુલ કટ્ટા નંગ 300 કિંમત રૂપિયા 5,44,249 નો યુરિયા ખાતરનો જથ્થો ભરેલો હતો. જેથી પોલીસે આઇસર ટ્રકના ડ્રાઇવર ભલાભાઇ પરાગભાઈ ચૌધરી (રહેવાસી લક્ષ્મીપુરા તાલુકો રાધનપુર ) પાસે યુરિયા ખાતરના કાગળ માંગતા ન મળી આવતા આ જથ્થો બિન કાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ખાતરનો જથ્થો સહિત આઇસર ટ્રક મળી કુલ રૂપિયા 12,49,249 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો, યાર્ડમાં મગફળીની આવક ઘટી