શાહરૂખ ખાન, યોગી આદિત્યનાથથી લઈને કોંગ્રેસના નેતાઓ સુધી, જાણો કોણે પોતાનું ટ્વિટર બ્લુ ટિક ગુમાવ્યું
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે ગુરુવારે તમામ એકાઉન્ટમાંથી લેગસી વેરિફાઈડ બ્લુ ટિક હટાવી દીધી છે. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના રાજકારણીઓના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું છે. હવે બ્લુ ટિક ફક્ત તે એકાઉન્ટ્સ પર જ દેખાશે, જે તેના માટે ચૂકવણી કરશે. ટ્વિટર બ્લુની કિંમત મોબાઈલ માટે 900 રૂપિયા પ્રતિ માસ અને ભારતમાં વેબ વર્ઝન માટે 650 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો ! વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાયા
ટ્વિટરના માલિક ઈલોન મસ્કે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જે લોકો ટ્વિટર બ્લૂ નહિ ખરીદે તેવા એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જો વેરિફાઈડ એકાઉન્ટ પર બ્લુ ટિક જરૂરી હોય તો સબસ્ક્રિપ્શન લેવું પડશે. ટ્વિટરે સૌપ્રથમ 2009માં બ્લુ ટિક સિસ્ટમ રજૂ કરી હતી જેથી યુઝર્સને ઓળખવામાં મદદ મળી શકે કે સેલિબ્રિટી, રાજકારણીઓ, કંપનીઓ અને બ્રાન્ડ્સ, ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન એકાઉન્ટ્સ વાસ્તવિક, નકલી અથવા પેરોડીઝ તો નથી ને. અગાઉ કંપની વેરિફિકેશન માટે કોઈ ફી લેતી ન હતી.