સ્કૂલથી લઈને મેટ્રોના વિસ્તાર સુધી, ભારત સરકારે મંજૂર કર્યાં આ પ્રોજેક્ટ
નવી દિલ્હી, 7 ડિસેમ્બર 2024 : કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે. કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયો, 25 નવોદય વિદ્યાલયો અને દિલ્હી મેટ્રો પ્રોજેક્ટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટના આ નિર્ણયથી લગભગ 80 હજાર વિદ્યાર્થીઓને ફાયદો થશે અને લગભગ 6,600 લોકોને નોકરી મળશે.
ગયા શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટે દિલ્હી અને હરિયાણા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે આશરે 26 કિલોમીટર લાંબી દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના રિથાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી હતી. આ સાથે દેશભરમાં બાળકોને સારું શિક્ષણ આપવા માટે 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવોદય વિદ્યાલયો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
મેટ્રો પ્રોજેક્ટ પાછળ 6230 કરોડનો ખર્ચ થશે
કેન્દ્ર સરકારે દિલ્હી NCRમાં મેટ્રો કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રોનો ફેઝ 4 કોરિડોર શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે 6230 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હીના નરેલા, બવાના અને રોહિણી વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવામાં આવશે અને તેમાં કુલ 21 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.
85 કેન્દ્રીય વિદ્યાલયો ખુલશે
સરકારે 85 નવી KV ખોલવાની પણ મંજૂરી આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં 13, મધ્યપ્રદેશમાં 11, રાજસ્થાનમાં 9, ઓડિશામાં 8, આંધ્રપ્રદેશમાં 8, ઉત્તર પ્રદેશમાં 5, ઉત્તરાખંડમાં 4, છત્તીસગઢમાં 4, હિમાચલ પ્રદેશમાં 4, કર્ણાટકમાં 3 KV ખુલશે. આ ઉપરાંત સરકારે ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 3, ઝારખંડમાં 2, તમિલનાડુમાં 2, ત્રિપુરામાં 2, દિલ્હીમાં 1, અરુણાચલ પ્રદેશમાં 1 અને આસામ અને કેરળમાં 1-1 શાળા ખોલવાનો નિર્ણય લીધો છે.
જવાહર નવોદય વિદ્યાલય પણ ખુલશે
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં KVs સાથે JNV શાળાઓ પણ ખોલવામાં આવશે. સરકાર અરુણાચલ પ્રદેશમાં 8, આસામમાં 6, મણિપુરમાં 3, કર્ણાટકમાં 1, મહારાષ્ટ્રમાં 1, તેલંગાણામાં 7 અને પશ્ચિમ બંગાળમાં 2 શાળાઓ ખોલશે. નવા નવોદય વિદ્યાલયો માટે કુલ અંદાજિત રકમ રૂ. 2,359.82 કરોડ છે જે 2024-25 થી 2028-29 દરમિયાન આપવામાં આવશે. જેમાં રૂ. 1,944.19 કરોડનો મૂડી ખર્ચ અને રૂ. 415.63 કરોડનો ઓપરેશનલ ખર્ચનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કયા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ? આદિવાસી વિભાગે કરી સ્પષ્ટતા