Redmiથી Realme સુધી 10 હજારથી ઓછી કિંમતના 5 બેસ્ટ સ્માર્ટફોન
23 ફેબ્રુઆરી, 2023: આ લિસ્ટમાં પહેલો સ્માર્ટફોન Realme C53 છે. આ ફોનમાં 6.74 ઇંચની IPL LCD ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોનમાં પાછળના ભાગમાં 108MP કેમેરા સેટઅપ, ફ્રન્ટમાં 8MP ફ્રન્ટ કેમેરા, 5000mAh બેટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સહિતની ઘણી ખાસ સુવિધાઓ છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ ફોનનું વેરિઅન્ટ એમેઝોન પર 9,499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
આ લિસ્ટમાં બીજો ફોન POCO M6 Pro 5G છે. 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ ફોનનું વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી સાથે 90Hz 6.79 ઇંચની IPS LCD સ્ક્રીન, 50MP + 2MP બેક કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા, 5000mAh બેટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને Snapdragon 4 Gen 2 Octa કોર ચિપસેટ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ છે.
આ લિસ્ટમાં ત્રીજો ફોન Moto G24 Power છે. 8GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ ફોનનું વેરિઅન્ટ એમેઝોન પર 9,667 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 90Hz સાથે 6.56 ઇંચની IPL LCD સ્ક્રીન, 50MP + 2MP બેક કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી, 30W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને MediaTek Helio G85 Octa કોર ચિપસેટ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ છે.
આ યાદીમાં ચોથો સ્માર્ટફોન Infinix Hot 40i છે. 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા આ ફોનનું વેરિઅન્ટ 9,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 90Hz સાથે 6.6 ઇંચની IPS LCD સ્ક્રીન, 50MP + 0.8MP બેક કેમેરા, 32MP ફ્રન્ટ કેમેરા, 5000mAh બેટરી, 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને Unisoc Helio G88 Octa કોર ચિપસેટ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ છે. આ ફોન તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે અને આ લિસ્ટમાં તે એકમાત્ર એવો સ્માર્ટફોન છે જે 256GB સ્ટોરેજ અને 32MP ફ્રન્ટ કૅમેરા સાથે રૂ. 10,000થી ઓછી કિંમતમાં આવે છે.
આ લિસ્ટમાં પાંચમા અને છેલ્લા સ્માર્ટફોનનું નામ Redmi A3 છે. આ ફોન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે અને તેનું વેચાણ 23 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ ફોનનું વેરિઅન્ટ એમેઝોન પર 9,299 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ ફોનમાં 90Hz સાથે 6.7 ઇંચની IPS LCD સ્ક્રીન, 8MP+0.8MP+2MP બેક કેમેરા, 5MP ફ્રન્ટ કેમેરા, 5000mAh બેટરી, 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને MediaTek Helio G36 Octa કોર ચિપસેટ સહિત ઘણી વિશેષ સુવિધાઓ છે.