ગુજરાત

ગીર જંગલમાં શિકારીઓ પકડાતા રૂ. 30,000 નો દંડ વસુલ કરાયો

Text To Speech

ગુજરાતના ગીર જંગલ આસપાસ શિકાર પ્રવૃતિ સામે વન્યતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ધારીના ચરખા ગામમાં રેવન્યુ વિસ્તારમાં વન વિભાગે સસલાને શિકરીઓના હાથમાંથી છોડાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટોરોને રેગિંગ કરવું ભારે પડ્યું 

જાણો શું હતી સમગ્ર ઘટના

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જ વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગ દમિયાન રાત્રિના બાતમીના આધારે ચરખા ગામના રેવન્યુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યો હતો. ત્યારે એક ખેડૂતની વાડીમાં વન વિભાગે રેડ કરતા બે આરોપીને સસલાના શિકાર કરતા ઝડપી પાડ્યા હતા અને વન વિભાગને જીવીત સસલું પણ મળી આવ્યું હતું જેમને વન વિભાગે જંગલમાં મુક્ત કર્યું હતું.

આ પણ વાંચો: સોમનાથ દાદાના દર્શને વર્ષના અંતે ભક્તોનો મેળો જામ્યો, 60 હજારથી વધુ યાત્રિકો નોંધાયા

ખેડૂતની વાડીમાં વન વિભાગને શિકાર થતો હોવાની બાતમી મળી

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જના ચરખા ગામના રેવન્યુ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં વન વિભાગને શિકાર થતો હોવાની બાતમી મળતા વનવિભાગ દ્વારા રેવન્યુમાં ધીરુ ગોગન મંજુસાની વાડીમાંથી એક સસલુ અને બે તહોમતદાર અજય બાવા માંસા, ધર્મેશ ભીખા દાદરેશાને સ્થળ પરથી મળી આવતા બન્નેને પકડી પાડવામા આવ્યા હતા.

આ પણ વાંચો: લો બોલો, AMCનું રૂ. 21,708 કરોડનું બજેટ વપરાયું જ નથી

રૂપિયા 30,000 નો દંડ વસુલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

વન વિભાગને ચરખા રેવન્યુ વિસ્તારમાંથી આરોપીઓ પાસેથી એક જીવીત સસલુ મળી આવતા જંગલમાં મુક્ત કર્યું હતું અને વન વિભાગ દ્વારા સ્થળ ઉપર જ બંને આરોપી પાસેથી ગુન્હા એડવાન્સ રિકવરી પેટે 30,000 નો દંડ વસુલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button