ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ચાંદીનાં ઘરેણાં ચમકાવવાથી લઈને કપડાંના ડાઘ હટાવવા સુધી જાણી લો ટૂથપેસ્ટના મોટાં કામ

Text To Speech
  • ટૂથપેસ્ટનો ઉપયોગ ફક્ત દાંતને ચમકાવવા માટે જ થતો નથી, તમે માનશો નહિ, પરંતુ તેનાથી ચાંદીના ઘરેણા કે કપડા પણ ચમકી શકે છે. નાની લાગતી ટૂથપેસ્ટના મોટા કામ પણ જાણો

HD ન્યુઝ ડેસ્કઃ ટૂથપેસ્ટથી આપણે સામાન્ય રીતે દાંતને ચમકાવવાનું કામ કરીએ છીએ, પરંતુ આ ટૂથપેસ્ટ બીજા અનેક મોટાં કામ પણ કરી શકે છે. જો તમારે ચાંદીની ચમક પરત લાવવી હોય અથવા તો કપડાં પર લાગેલા ડાઘ હટાવવા હોય તો પણ આ ટૂથપેસ્ટ મદદરૂપ છે. જાણો ટૂથપેસ્ટ સાથે જોડાયેલા કેટલાંક કામના હેક્સ.

ચાંદીને ચમકાવી દેશે

ચાંદીની નાની મોટી જ્વેલરી અને વાસણો લગભગ દરેક ઘરમાં હોય છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી કાળાં થઈ જાય છે. ચાંદીની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે તેને ટૂથપેસ્ટથી સાફ કરો. બ્રશ પર ટૂથપેસ્ટ લગાવો અને ચાંદીની વસ્તુઓને હળવા હાથે સાફ કરો. હુંફાળા પાણીથી ધોઈને સૂકવી લો. ચાંદી ચમકવા લાગશે.

ક્રેયોનના નિશાન દૂર કરશે

જો ઘરમાં નાના બાળકો હોય તો દિવાલો પર ક્રેયોન માર્કસ પણ હશે જ. દિવાલો પરથી ક્રેયોનના નિશાન દૂર કરવા માટે, નિશાન પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને પછી તેને ઘસો. છેલ્લે સોફ્ટ અને ભીના કપડાથી દિવાલ સાફ કરો.

ચાંદીના ઘરેણા ચમકાવવા હોય કે કપડાના ડાઘ હટાવવા હોય, જાણી લો ટૂથપેસ્ટના મોટા કામ hum dekhenge news

કપડાંના હઠીલા ડાઘ હટાવશે

ઘણી વખત કપડાં પરના કેટલાક હઠીલા ડાઘ દૂર થતા નથી લાગતા. આવા ડાઘ દૂર કરવા માટે ડાઘ પર નોન જેલ ટૂથપેસ્ટ સારી રીતે લગાવો અને જ્યાં સુધી તે સંપૂર્ણપણે સાફ ન થઈ જાય ત્યાં સુધી તેને બ્રશથી ઘસો. આ પછી કપડાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

હેર કલર્સના નિશાન ગાયબ થશે

વાળને કલર કર્યા પછી ઘણીવાર ત્વચા પર અમુક જગ્યાએ હેર કલરનાં નિશાન દેખાય છે. ત્વચા પરથી હેર કલરનાં નિશાન દૂર કરવા માટે પેસ્ટને ત્વચા પર લગાવો અને હળવા હાથે ઘસો. નિશાન ગાયબ થઈ જશે.

આયરન કે સ્ટ્રેટનર ક્લિન કરશે

સતત ઉપયોગને કારણે આયરનથી લઈને હેર સ્ટ્રેટનર સુધીની સપાટી પર ગંદકીનું સ્તર જમા થાય છે, જે તેમની કાર્યક્ષમતાને અસર કરે છે. આયર્ન અને સ્ટેટનરને સાફ કરવા માટે બ્રશની મદદથી તેના પર ટૂથપેસ્ટ લગાવો અને થોડીવાર ઘસો. ગંદકી ગાયબ થઈ જશે.

આ પણ વાંચોઃ ઘરનું સ્વિચબોર્ડ કાળું પડી ગયું છે? થોડી જ મિનિટોમાં આ રીતે કરો ક્લિન

Back to top button