ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પીએમ મોદીથી લઈને DRDO બધાએ ચક્રો વધુ ગતિમાન કર્યાં

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોન પર વાત કરી
  • ડીઆરડીઓની ટીમ રોબોટિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી

ઉત્તરકાશી (ઉત્તરાખંડ):  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી અને ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોના માટે રાહત અને બચાવ કામગીરી અંગે અપડેટ્સ લીધા હતા. પીએમ મોદીએ આશ્વાસન આપતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા તમામ જરૂરી સાધનો અને સંસાધનો સતત ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ કેન્દ્ર-રાજ્યની એજન્સીઓની મદદથી મજૂરોને વહેલીતકે બહાર કાઢવામાં આવશે.  ફસાયેલા કામદારોનું મનોબળ મજબૂત રાખવાની જરૂર છે. મહત્ત્વનું છે કે, 12 નવેમ્બરે ટનલનો એક ભાગ ધરાશાયી થતાં 41 કામદારો ટનલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

વડાપ્રધાને સિલ્ક્યારા ટનલ પર ચાલી રહેલા બચાવ કામગીરી જાણવાં ત્રીજી વખત મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી. મુખ્યમંત્રીએ ટનલમાં ફસાયેલા મજૂરોની પરિસ્થિતિ વિશે પીએમ મોદીને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ એજન્સીના જાણકારો એકબીજા જાડે સંકલન કરીને કામ કરી રહ્યા છે. તેઓ ખુદ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, શક્ય તેટલી ઝડપથી કામદારોને બહાર કાઢવાના તમામ પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત, સીએમ ધામી પોતે ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ઇન્ટરનેશનલ ટનલીંગ અન્ડરગ્રાઉન્ટ સ્પેસ પ્રોફેસરના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સ સિલ્ક્યારા ટનલ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે , અમે તમામ 41 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. અમે આ કરતી વખતે કોઈને નાની પણ ઈજા થવા દેવાના નથી. આ ખૂબ જ જટિલ કાર્ય છે જેથી ખૂબ સાવચેતી રાખીને અમે આ મિશન પર ફોક્સ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આપણે બધા એક ટીમ છે અને સમગ્ર વિશ્વ અમારી સાથે છે.

ટનલમાં ઑક્સિજન, ખોરાક અને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ત્યાં મેડિકલ ટીમ પણ તૈનાત કરાઈ છે. સોમવારે સવારે PMOના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે અને PMOના નાયબ સચિવ મંગેશ ઘિલડિયાલે બચાવ કામગીરીમાં સામેલ તમામ સંબંધિત વિભાગો (RVNL, Navyug, ONGC, રાજ્ય PWD, BRO અને THDC) ને અપીલ કરી અને મજૂરોને બચાવવા માટે લેવાયેલા પગલાં અંગેનો રિપોર્ટ આપવા જણાવ્યું. સાંજ સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે.

આજે સવારે બ્રહ્મખાલ-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા સિલ્ક્યારા ટનલ પર બચાવ કામગીરીની સુવિધા માટે ભારે મશીનો પહોંચ્યા હતા. નોડલ સેક્રેટરી નીરજ ખન્નાએ જણાવ્યું હતું કે બચાવ ટીમને શક્ય તેટલી વહેલી તકે બચાવ કામગીરી પૂર્ણ કરવાના આદેશ અપાયાં છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ફસાયેલા 41 કામદારોને બચાવવા એ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: પરિસ્થિતિનો તાગ મેળવવા નીતિન ગડકરી અને પુષ્કર સિંહ ધામી પહોંચ્યા

Back to top button