ટ્રેન્ડિંગમનોરંજન

સંસદથી લઈ શેર બજાર અને સોશિયલ મીડિયા પર ‘અદાણી જ અદાણી…’!!!

Text To Speech

અદાણી પર જે રીતે એક પછી એક વિવાદો આવી રહ્યા છે તેના કારણે શુક્રવારે ફરી એકવાર સ્ટોક માર્કેટમાં શેરના ભાવ 30 ટકા સુધી નીચે પહોંચ્યા છે. આજે BSE પર શેરમાં નીચલી સર્કિટમાં જોવા મળી હતી. આજના ટ્રેડિંગ શેસન દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઇ પર શેર રૂ. 1173.95ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો છે.

aDANI ON dOW Jones

હવે અમેરિકાના બજાર ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સે તેના સૂચકાંકમાંથી શેરોને દૂર કરવાનો નિર્ણય લીધો છે. યુએસ માર્કેટની ઇન્ડેક્સની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે, 7 ફેબ્રુઆરી, 2023થી કંપનીના શેર ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.

Adani Mems on socail MEDIA

આ તરફ BSEમાં અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો શેર 10% ઘટીને અનુક્રમે રૂ. 415.80 અને રૂ. 1,401.5 અને રૂ. 934.25ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અને અદાણી વિલ્મરના શેર 5% નીચલી સર્કિટ પર પહોંચ્યા અને અનુક્રમે રૂ. 192, રૂ. 1625 અને રૂ. 400.50 પર ટ્રેડ કરી રહ્યા હતા.

જેના વચ્ચે સોશિયલ મીડિયા પર લોકો અદાણીની મજાક કરતાં મિમ્સ સામે આવ્યા છે. જેમાં લોકો વિવિધ રીતે મેસેજ કરી સોશિયલ મીડિયા પર અદાણીની મજાક બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : શેરના ભાવ ડાઉન થતાં વિશ્વ ધનિકોની યાદીમાં અદાણી પહોંચી ગયા આ ક્રમે !

આ પણ વાંચો : પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ અદાણી ગ્રુપની કંપની છોડી, વિપક્ષે મોદી સરકારને ઘેરી

Back to top button