હવેથી એક જ વોટ્સએપ નંબરથી કરી શકશો બે જગ્યા પર ચેટિંગ, જાણો WhatsApp આ નવા ફીચર વિષે
હવે કંપની એક નવા ફીચર હેઠળ ફોન અને ટેબ્લેટ સહિત બે એન્ડ્રોઈડ ડીવાઈસમાં WhatsApp એકાઉન્ટમાં લોગઈન કરવાની ક્ષમતાને રોલઆઉટ કરી રહી છે. હાલમાં આ સુવિધા માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે.
WhatsApp ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ નવા ફીચર્સમાંથી એક એવું પણ ફીચર હતું કે જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોતા હતા. WhatsApp મલ્ટી-ડિવાઈસ સપોર્ટ શરૂ કર્યો છે, ત્યારથી વપરાશકર્તાઓ એક જ સમયે કમ્પ્યુટર, iPads પર સમાન WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવા સક્ષમ છે. પરંતુ આ ગૌણ ફોન અથવા ટેબ્લેટમાં કરી શકાતું નથી. પરંતુ હવે કંપની એક નવા ફીચર હેઠળ ફોન અને ટેબ્લેટ સહિત બે એન્ડ્રોઇડ ડિવાઇસમાં એક જ WhatsApp એકાઉન્ટમાં લૉગિન કરવાની ક્ષમતા શરૂ કરવા જઈ રહી છે. હાલમાં આ સુવિધા માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. બાકીના યુઝર્સ માટે તેને કેટલા સમય સુધી રોલઆઉટ કરવામાં આવશે તેની માહિતી હાલમાં આપવામાં આવી નથી.
Wabetainfo અનુસાર, મેસેજિંગ એપએ બીટા ટેસ્ટર્સ માટે વોટ્સએપ ફોર ટેબલેટ લોન્ચ કર્યું છે. વેબસાઇટે બીટા વર્ઝનમાં નવા ફીચરની હાજરીની પુષ્ટિ કરી છે અને તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. બીટા યુઝર્સે નવા ફીચર્સ ચકાસવા માટે એન્ડ્રોઈડના લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવું પડશે. વોટ્સએપ ફોર ટેબ્લેટ બેનર પણ ચેટની ટોચ પર દેખાશે.
આ પણ વાંચો : WhatsApp ‘મેસેજ યોરસેલ્ફ’ ફીચર, જાણો-તેનો ઉપયોગ
આ બેનર દ્વારા એ જાણવા મળે છે કે ટેબલેટ સાથે સુસંગત વર્ઝન બીટા ટેસ્ટર્સ માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ માટે તમે બેનરમાં આપેલા લર્ન મોર બટન પર ટેપ કરી શકો છો. એવું કહેવામાં આવ્યું છે કે, ટેબલેટ પર વોટ્સએપ ડાઉનલોડ કર્યા પછી કેટલાક ફીચર્સ યુઝર્સને મળશે નહીં. જેમાં એન્ડ્રોઇડ ટેબ્લેટ માટે WhatsAppથી નવું સ્ટેટસ અપડેટ, લાઇવ લોકેશન અને બ્રોડકાસ્ટ લિસ્ટ શેરિંગનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પછી કરેલા ખર્ચનો શું છે Fact Check ?
અમને જણાવી દઈએ કે WhatsApp અન્ય એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને તારીખ મુજબના મેસેજ શોધવાની ક્ષમતા આપશે. આ ફીચર WhatsAppના iOS બીટા પર રોલઆઉટ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં તેને સ્ટેબલ વર્ઝન પર પણ રોલઆઉટ કરી શકાય છે.