ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મેલોનીથી મુઇઝઝૂ સહિત કોણે-કોણે PM મોદીને સતત ત્રીજી જીત પર પાઠવી શુભકામનાઓ? જાણો

Text To Speech
  • લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી છે અને NDAએ 290થી વધુ બેઠકો જીતી

નવી દિલ્હી, 5 જૂન: લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી છે અને NDAએ 290થી વધુ બેઠકો જીતી છે.ત્યારે વિશ્વભરના ઘણા નેતાઓએ PM મોદીને સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. જેમાં માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝઝૂ અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. જો કે છેલ્લી બે ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શકી નથી. પરંતુ એનડીએને આ વખતે 290થી વધુ સીટો મળી છે. આ સાથે કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. આ સાથે મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. અત્યાર સુધી જવાહરલાલ નેહરુ એકમાત્ર એવા વડાપ્રધાન હતા જેઓ સતત ત્રણ વખત સત્તા પર આવ્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં 2019ની સરખામણી કરતાં NDAને ઘણું નુકસાન થયું છે. છેલ્લી ચૂંટણીમાં એનડીએને 350થી વધુ બેઠકો મળી હતી. ત્યારે ભાજપે પોતાના દમ પર 303 બેઠકો જીતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોણે-કોણે આપ્યા અભિનંદન?

દુનિયાભરના દેશોના વડાઓએ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું કે, “2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન. હું બંને દેશોની સહિયારી સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.”

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X પર લખ્યું કે, “નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે શુભેચ્છા. તે નિશ્ચિત છે કે અમે ઇટાલી અને ભારતને એક કરતી મિત્રતાને મજબૂત કરવા અને અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખાકારી સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું કે, તેઓ ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર છે. તેમણે કહ્યું કે, “વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ મારા મિત્ર વડાપ્રધાન મોદી અને NDAને અભિનંદન. તે ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છું.”

શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, NDAની જીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો છે. શ્રીલંકા, તેના સૌથી નજીકના પાડોશી તરીકે, ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે.

આ પણ જુઓ: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ રાજીનામું આપ્યું

Back to top button