13 જાન્યુઆરીથી મંગળ થશે માર્ગીઃ આ ચાર રાશિના લોકો ધનની બાબતમાં લક્કી
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહના રાશિ પરિવર્તનનું વિશેષ મહત્ત્વ છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં 13 જાન્યુઆરીએ સવારે 4.26 વાગ્યે માર્ગી થવા જઇ રહ્યો છે. મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. માર્ગી અવસ્થામાં જ મંગળ ગ્રહ 13 જાન્યુઆરીએ સવારે 5.02 વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળને ઉત્સાહ, ઉર્જા અને સાહસનો કારક માનવામાં આવે છે. તેનાથી કઇ રાશિઓ પર પ્રભાવ પડશે જાણો.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે મંગળનું માર્ગી થવુ અતિશય લાભદાયક રહેશે. મંગળગ્રહની ચાલ બદલાવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરના લક્ષ્યોને સરળતાથી મેળવી શકશો. તમને ધન લાભ થશે. જોકે ગુસ્સા પર કાબુ રાખવાની જરૂર છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોની લવ લાઇફ સારી રહેશે. અવિવાહિત લોકો માટે વિવાહના પ્રસ્તાવ આવી શકે છે. લગ્નમાં આવતી બાધાઓ દુર થશે. ધનની બાબતમાં પણ લાભ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં સારા સમાચાર મળી શકે છે. રોકાયેલા નાણાં મળી શકે છે. કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરનાર જાતકોને સફળતા મળશે અને આવકમાં વૃદ્ધિ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને ભુમિ ભવનમાં લાભ થઇ શકે છે. સંપતિ સાથે જોડાયેલો કોઇ વિવાદ દુર થઇ શકે છે. નવુ વાહન ખરીદવાના યોગ છે. અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓને પણ લાભ થશે.
આ પણ વાંચોઃ ‘To my little friend’ : મહંતસ્વામી મહારાજની બાળકોને શતાબ્દિ મહોત્સવની એક અનોખી ભેટ