બનાસકાંઠા : અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પર હોન્ડા સિટી કારમાંથી રૂ. 9.75 લાખનું 97.5 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું
- પોલીસે એક મહિલા સહિત 4 સામે ગુનો નોંધ્યો
બનાસકાંઠા 01 ઓગસ્ટ 2024 : બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન રાજ્ય ને અડી આવેલી બોર્ડર ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસે બુધવારે 97.5 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ઝડપી એક મહિલા સહિત ચાર શખ્સો સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમીરગઢ પોલીસ સ્ટાફ ના એએસઆઈ ચેનાજી, રાજેશકુમાર, ભરતસિંહ, પ્રફુલદાન, શૈલેષજી, મેઘરાજાની, રમેશકુમાર સહિતના પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર બુધવારની રાત્રીએ વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે સમય દરમિયાન રાજસ્થાન ના આબુરોડ તરફથી એક સફેદ કલરની હોન્ડા સિટી કાર આવી રહી હતી. જે ગાડીને ઉભી રખાવી તેમાં ચેક કરતા ગાડીમાં ચાલક અને તેની બાજુમાં એક મહિલા બેઠેલી હતી. જેથી ગાડીને રોડની સાઈડમાં ઊભી કરાવી ચાલકના ખિસ્સામાં ચેક કરતા ખિસ્સામાંથી એક ગુલાબી કલરની પારદર્શિત થેલી મળી આવી હતી. થેલીમાં સફેદ કલરના પાવડર જેવો પદાર્થ ભરેલો જણાઈ આવ્યો હતો. જેથી ગાડીના ચાલક તથા મહિલાને થેલીમાં શું ભરેલું છે જે બાબતે પૂછતા બંને જણાએ પ્રથમ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
ત્યારબાદ ચાલકે પારદર્શક થેલીમાં એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે 97.5 ગ્રામ માદક પદાર્થ કિંમત રૂપિયા 9,75,000,મોબાઈલ,રોકડ રકમ સહિત કુલ રૂ. 14,83,000 નો મુદ્દામાલ કબજે કરી 1. નિતીન તુલસીરામ ભાટી (રહેવાસી સાતખેડા તા. ગરોઠ જિલ્લો મંદસોર મધ્યપ્રદેશ મૂળ રહે. દાસીયા, તાલુકો જીલ્લો – નિમચ મધ્ય પ્રદેશ) 2. સરોજ ધર્મેન્દ્ર ગોપાલજી સુથાર ( રહેવાસી લાંછા, તાલુકો જીરન, જિલ્લો નીમચ, મધ્ય પ્રદેશ) 3. રાજુ લાલા પઠાણ (રહેવાસી સૂરજની, તાલુકો સીતામઉ, જીલ્લો મંદસોર મધ્યપ્રદેશ) 4. મેહુલભાઈ સથવારા ઉર્ફે પંડિતજી સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ભારત એક સશક્ત અને મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે : પંકજભાઈ મહેતા