ગુજરાતદક્ષિણ ગુજરાત

21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં નહીં પ્રવેશે, જાણો શું છે કારણ

સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને થોડા દિવસ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ DCP ને પત્ર લખ્યો હતો. જેમાં કાનાણીએ લક્ઝરી બસના પ્રવેશને લઈને સવાલ કર્યા હતા. ત્યાર બાદ પોલીસતંત્ર ખાનગી બસોના પ્રવેશ પર કાર્યવાહી કરી હતી. ત્યારે આ બાબતને લઈને આજે સુરતમાં લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં લક્ઝરી બસ એસોસિએશને બસના પ્રવેશને લઈને વિરોધ દર્શાવ્યો હતો.

21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લખેલા પત્રમાં ખાનગી લક્ઝરી બસનો સુરતમાં પ્રવેશ પર વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈને પોલીસ તંત્રએ ખાનગી બસ પર તવાઈ બોલાવી હતી. ત્યારે આ મામલે આજે સુરત ખાતે લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશન દ્વારા એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં 150થી વધુ ખાનગી બસના માલિકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ખાનગી બસ ઓપરેટરો દ્વારા 21 ફેબ્રુઆરીથી એક પણ લક્ઝરી બસ સુરતમાં પ્રવેશ કરશે નહીં તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત લક્ઝરી બસ એસોસિએશન -humdekhengenews

મુસાફરોને શહેર બહારથી બસ પકડવી પડશે

હવે સુરતમાં હવે રાત્રે કે સવારે ખાનગી બસ નહીં પ્રવેશે જેથી ખાનગી બસમાં મુસાફરી કરતા લોકોએ શહેર બહારથી જ બસ પકડવી પડશે. જાણકારી અનુસાર આ તમામ બસ સુરત શહેર બહાર લસકાણા, વાલક પાટીયા પાસે ઉભી રાખવામાં આવશે. અને ત્યાંથી બધી બસો ઉપડશે અને ખાલી પણ ત્યાં જ કરવામાં આવશે.

એસોસિએશનના પ્રમુખે ટ્રાફિકની સમસ્યા હલ કરવા જણાવ્યો રસ્તો 

એસોસિએશનના પ્રમુખે આ બેઠકમાં જણાવ્યુ હતુ કે જાહેરનામાની સમયની મર્યાદામાં પણ એક પણ બસ સુરતમાં પ્રવેશ કરશે નહી. કારણ કે રાત્રે 10:00 વાગ્યે જાહેરનામું ખુલે છે. અને 10:30 સુધી ગાડીનો મેમો તંત્ર દ્વારા આપવામાં આવે છે. ટ્રાફિકને લઈને માહિતી આપતા પ્રમુખે જણાવ્યુ હતુ કે 10 વાગ્યા પછી એક સાથે 350 જેટલી બસો ઉપડે તો રોડ આખો બ્લોક થઈ જાય છે. જેને કારણે ટ્રાફિકની આ મોટી સમસ્યા સર્જાય છે. તંત્રએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખરેખર આ માસ ટ્રાન્સપોર્ટિંગ કહેવાય જેથી લક્ઝરી બસોને છૂટ આપી દેવી જોઈએ કે જેને જે ટાઈમ અનુકૂળ આવે તેમ તેઓ તેમના મુસાફરોને છૂટક છૂટક બસ લઈને જઈ શકે છે. જેથી રાત્રનો ટ્રાફિક અટકી શકે. તંત્રએ 10:00 વાગ્યાનો ટાઈમ શહેરમાં નો એન્ટ્રી નો કર્યો છે ત્યારે દસ વાગ્યે પછી નીકળે એના માટે બસ ઓપરેટર 9:30 વાગ્યા પછી નીકળે છે એટલે શહેરમાં ટ્રાફિક વધી જાય છે. પરંતુ આ વાત સમજવા કોઈ તૈયાર નથી.

આ પણ વાંચો :દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુસેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક પહોંચ્યા

Back to top button