13 ફેબ્રુઆરીથી આ રાશિનુ ભાગ્ય સુર્યની જેમ ચમકશે


વૈદિક જ્યોતિષ મુજબ શાસ્ત્રોમાં ગ્રહ રાશિ પરિવર્તનનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. ગ્રહોના રાજા સુર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. 13 ફેબ્રુઆરી 2023, સોમવારના રોજ સુર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે. સુર્ય એક અગ્નિપ્રધાન ગ્રહ છે અને કુંભ રાશિ એક વાયુ તત્વની રાશિ છે. જાણો સુર્યના ગોચરથી કઇ રાશિઓને થશે ફાયદો
મેષ રાશિ
સુર્યનું ગોચર તમારી રાશિના 11માં ભાવમાં થઇ રહ્યુ છે. તમારી ઇચ્છાઓ પૂરી થશે. કરિયરમાં આગળ વધવાના અવસર મળશે. વેપારી વર્ગને ફાયદો થશે. જોકે ફોગટના ખર્ચ ન થઇ જાય તેનું ધ્યાન રાખો
વૃષભ રાશિ
સુર્ય તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. તેથી સુર્ય રાશિ પરિવર્તન તમારા માટે લાભકારી રહેશે. ગોચર કાળમાં તમને કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. નોકરી-વેપારમાં સારી સ્થિતિ હશે. વાદ-વિવાદથી દુર રહેજો.
મિથુન રાશિ
તમારી રાશિ માટે સુર્ય ગોચર શુભ માનવામાં આવી રહ્યુ છે. સામાજિક વિસ્તાર વધશે. સુર્ય ગોચર તમારી રાશિના નવમાં ભાવમાં થઇ રહ્યુ છે. તેનાથી તમારા સંબંધો મજબુત થશે. મહેનતનું પુરુ ફળ પણ મળશે. ભાગ્યવશ કેટલાક કામ થશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સુર્યનું ગોચર સુખદ સમાચાર આપશે. સુર્ય રાશિ પરિવર્તન તમારી રાશિના છઠ્ઠા ભાવમાં હશે. જેનાથી તમને કરિયરમાં નવી ઉંચાઇઓ પ્રાપ્ત થશે. નોકરી કરનારા લોકો માટે સારો સમય છે. શત્રુઓ દુર થશે. પૈસાની બાબતમાં સાચવજો.
તુલા રાશિ
સુર્યનું ગોચર તમારી રાશિના પાંચમા ભાવમાં થઇ રહ્યુ છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે. સુર્ય ગોચર દરમિયાન કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી કરનાર જાતકોને શુભ સમાચાર મળશે.
મકર રાશિ
સુર્યના ગોચરથી તમારી આર્થિક સમૃદ્ધિ થશે. સુર્ય રાશિ પરિવર્તન તમારી રાશિના બીજા ભાવમાં થશે. તમે તમારી વાણી અને ગુસ્સા પર કાબુ રાખજો નહીંતો ગૃહકલેશ થઇ શકે છે. નોકરીમાં પ્રમોશનના યોગ છે.
આ પણ વાંચોઃ AI પણ ધાર્મિક બન્યુઃ ભગવદ ગીતાથી પ્રેરિત Chatbot શું છે?