ધોનીથી લઈને યુવરાજ સિંહ અને સચિન સુધી, જુઓ ભારતીય ક્રિકેટરોએ આ રીતે કરી ક્રિસમસની ઉજવણી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કોઈપણ તહેવારની ઉજવણી કરવાની તક છોડતા નથી. આ વખતે ભારતીય ખેલાડીઓએ ક્રિસમસનો તેહવાર ઉજવતા જોવા મળ્યા છે. બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીએ તેના તમામ ચાહકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. તે જ સમયે, સચિન તેંડુલકરે અનાથ બાળકો સાથે નાતાલનો તહેવાર ઉજવ્યો. જ્યારે મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહે તેમના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો : બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ પણ ભારતને WTCની ફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ : જાણો શું છે સમીકરણો
અનાથાશ્રમમાં ક્રિસમસ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરનાર સચિબાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ પણ ભારતને WTCની ફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ : જાણો શું છે સમીકરણોને બાળકો સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું કે આ બાળકો અમારા ચહેરા પર સ્મિત લાવ્યા છે. અમે સાથે રમ્યા, અમે સાથે ગાયું, કેટલાક કપકેક ખાધા અને તસવીરો લીધી. આ મજબૂત અને સારા બાળકોએ અમારા ક્રિસમસને અદ્ભુત બનાવ્યો.
Christmas is a time to spread cheer & rightly so when we visited @happyfeethome_, the children there brought the widest smiles to our faces.
We played, we sang songs, ate some cupcakes & clicked pictures.
Our #Christmas was made wonderful by these strong & lovely kids! pic.twitter.com/Welc6ZHcH6
— Sachin Tendulkar (@sachin_rt) December 25, 2022
મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પોતાના પરિવાર સાથે ક્રિસમસનો તહેવાર ઉજવ્યો હતો. આ દરમિયાન તેમની પુત્રી ઝીવા ધોનીએ બરફમાં ખૂબ જ મસ્તી કરી હતી. ઝીવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં ઝીવા, સાક્ષી અને ધોની ક્રિસમસના અવસર પર મસ્તી કરતા જોવા મળે છે.

વિરાટ કોહલીએ લખ્યું કે નાતાલના તેહવાર પર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ હતું કે, આ તહેવાર તમારા જીવનમાં શાંતિ અને ખુશીઓ લાવે.

જસપ્રિત બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથે એક ફોટો શેર કર્યો છે. આમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. આ સાથે બુમરાહે લખ્યું કે તે ક્રિસમસમાં ખૂબ જ ખુશ છે.

સૂર્યકુમાર યાદવે પત્ની સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આમાં બંને ક્રિસમસ ટ્રીની સામે ઉભા હતા. આ સાથે સૂર્યકુમારે લખ્યું કે અમારી તરફથી તમને ક્રિસમસની શુભેચ્છાઓ.

યુવરાજ સિંહે પોતાના આખા પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે પત્ની હેઝલ કીચ અને પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં ત્રણેય લાલ રંગના કપડામાં જોવા મળ્યા હતા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેની સાથે યુવરાજે લખ્યું કે, “બધાને મેરી ક્રિસમસ, અમારા બધા તરફથી ઘણો પ્રેમ અને શુભકામનાઓ.”
