આ દિવાળીમાં ચીકનકારીથી લઈને અનારકલી સુધી જાણો શું છે લેટેસ્ટ ટ્રેન્ડ
દિવાળી આવે તે પહેલા જ શું પહેરવું શું ના પહેરવું? આ બધા જ અસમંજસ શરુ થઇ જાઈ છે. તમારી આ મુશ્કેલી દુર કરવા આ દિવાળીએ તમારા માટે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડની સંપૂર્ણ યાદી લઈને આવ્યા છીએ.
જયારે દિવાળીની વાત આવે છે, ત્યારે ઘરને શણગારવું, રોજ અલગ અલગ રંગોળીઓ બનાવવી, મીઠાઈઓ, અને સગા સંબધીઓને મળવાનું કેટલું બધુ જ મગજમાં આવે છે. આ બધી જ વસ્તુઓ કરવા માટે સૌથી પહેલા આટલા દિવસ શું શું પહેરીશું એ નક્કી કરવું એ ખુબ જ અઘરું કામ બની જાઈ છે. આજે દરરોજ નવી ફેશન બદલાઈ રહી છે ત્યારે તમારી આ સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે, જાણો લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ વિશે જણાવીએ.
અનારકલી ડ્રેસ
અનારકલી ડ્રેસ ફરી એક વાર ફેશન ટ્રેન્ડમાં આવી ગયા છે. અનારકલી ડ્રેસ પહેરીને તમને હળવાશનો અનુભવ થશે, તેની સાથે એક સુંદર દેખાવ માટે આ પ્રકારના ડ્રેસ શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.
ઓર્ગેન્ઝા
સાડી હોઈ કે સુટ, ઓર્ગેન્ઝા દરેક પ્રકારના કપડાની સુંદરતા વધારે છે. ફલોરલ લુક સાથે તેને સરળતાથી ઢાળી શકાય છે સાથે જ તેને પહેરવાથી જ ઉત્સવનો માહોલ લાગે છે. અત્યારે પ્લેન કુર્તા સાથે ઓર્ગેન્ઝા દુપટ્ટા પર બધાનું જ દીલ અટકેલ છે.
ચિકનકારી
અત્યારના સમયમાં ચિકનકારી એટલું બધુ ચાલી રહ્યું છે કે લગભગ બધા જ પાસે ચિકનકારી ડ્રેસ મળી જશે. હવે ફક્ત સફેદ જ નહિ પરંતુ ઘણા બધા કલરફૂલ ડ્રેસ, સાડી, ટોપ દરેકમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
ઈન્ડીગો પ્રિન્ટ્સ
અત્યારે દરેક ઉંમરના લોકોમાં ઈન્ડીગો પ્રિન્ટ્સએ લેટેસ્ટ ટ્રેન્ડ છે. આ પ્રકારની પ્રિન્ટ તમને એક રોયલ લુક આપે છે, જે દિવાળી કે કોઈ પણ તહેવાર માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે.
ગોટા પટ્ટી
ગોટા પટ્ટીમાં મૂળભૂત રીતે સોના અથવા ચાંદીના દોરાના કામ કરેલ હોઈ છે, જે મોટે ભાગે સાડીઓ અને સૂટ પર કરવામાં આવે છે. તે આમ ગોટ્ટા પટ્ટી સરળ છતાં તહેવાર માટે યોગ્ય મનાય છે. તાજેતરમાં આલિયા ભટ્ટ તેની ફિલ્મના પ્રમોશન માટે હૈદરાબાદ ગઈ હતી, ત્યારે તેને પણ ગોટા પટ્ટીનો સુટ પહેર્યો હતો. જેમાં તેણે પાછળની બાજુ “બેબી ઓન બોર્ડ પણ લખાવ્યું હતું, અભિનેત્રીના આ સુટને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.
આ ટીપ્સ અનુસરીને દિવાળીમાં દરરોજ પોતાને અલગ લૂક આપી તમારા તહેવારને વધુ સુંદર બનાવો.
આ પણ વાંચો: યોગા ટિપ્સ: દિવાળીમાં અસ્થમાથી બચવા માટે આ યોગાસનો છે રામબાણ ઈલાજ