ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી,ગૃહમંત્રીથી લઈ ભાજપ પ્રદેશ પ્રમુખે અનોખી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી

Text To Speech

રાજ્યમાં રક્ષાબંધનની ઉજવણી તમામ હર્ષોલ્લાસની સાથે થઈ રહી છે. ત્યારે રાજનેતા પણ આ ઉજવણીનો ભાગ બની રહ્યા છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વનું છે કે,CMને રાખડી બાંધવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનો આવી રહી છે.આ સૌ બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી

સુરતમાં કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાખડી બાંધી રક્ષા બંધનની ઉજવણી કરી.દર્શનાબેને સી.આર.પાટીલને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. સાથે જ પ્રગતિ અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. તો બીજી તરફ સી.આર.પાટીલે બહેનને ત્રિરંગો ભેટમાં આપ્યો.

રાજ્યના ગૃહમંત્રીની રક્ષાબંધન ઉજવણી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં રક્ષાબંધનની ઉજવણી કરી. જેમાં વિવિધ સમાજની બહેનોએ ગૃહમંત્રીને રાખડી બાંધી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. જેમાં શહેરની સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની બહેનો પણ ખાસ રાખડી બાંધવા માટે પહોંચી હતી. જ્યારે હર્ષ સંઘવીએ રાજ્યની તમામ બહેનો માટે જણાવ્યું કે, બહેનોને મળતાં તમામ લાભ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. તેમજ તેના પર ટૂંક સમયમાં જ કાર્ય કરવામાં આવશે. રાજ્યની બહેનોને કોઈ પણ ગેરમાર્ગે ન દોરી જાય તે સરકારની સાથે સમાજની પણ પ્રાથમિકતા છે અને તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

Harsh Sanghvi Rakhi

Back to top button