વડોદરામાં સાયકલથી લઈને હવે હવાઈ જહાજ પણ બનશે: PM મોદી
વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જંગી સભાઓ સંબોધીત કરી રહ્યાં છે. ત્યારે આજે વડોદરામાં PM મોદીએ સભા સંબોધન કર્યું છે. તેમાં સંબોધનની શરૂઆત કરતા વડાપ્રધાને જણાવ્યું છે કે વડોદરા આપણી સાંસ્કૃતિક અને શિક્ષણ નગરી છે. વિશાળ જનમેદની અમારા સાથીઓને આશીર્વાદ આપવા આવી છે.
આ પણ વાંચો: ચૂંટણીનો ચસ્કો: વાનગીઓની મજા માણવી હોય તો પહોંચી જાવ “મધ્યસ્થ કાર્યાલય” પર
ગુજરાતના યુવાનોના સામર્થ્ય પર જ ગુજરાતનો વિકાસ નિર્ભર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડી રહ્યા છે કે ન તો ભુપેન્દ્ર લડી રહ્યા છે, ગુજરાતની આ ચૂંટણી તો ગુજરાતની જનતા પોતે જ લડી રહી છે. ગુજરાતનો વિકાસ એ ગુજરાતની જનતાના અતુટ વિશ્વાસનું માધ્યમાં બન્યો છે. આપણું ગુજરાત વિકસિત ગુજરાત હોવું જોઈએ. ગુજરાતને વિકાસના શિખરો સર કરાવવા માટે જનતાનું યોગદાન અમુલ્ય છે. તમારો વોટ જ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવશે. ગુજરાત માટે આગામી 25 વર્ષ અત્યંત મહત્વના છે. ગુજરાતના યુવાનોના સામર્થ્ય પર જ ગુજરાતનો વિકાસ નિર્ભર છે. વડાપ્રધાને રાજ્યમાં સુરક્ષાના સ્તરમાં વધારો થયો છે તે અંગે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં વિદેશીઓ રાત્રે દીકરીઓને ફરતી જુએ તો અચરજ પામે છે. વિદેશીઓ વિચારતા હશે કે અમે ભારતમાં જન્મ લીધો હોત તો સારું થાત. આ સાથે જ વડાપ્રધાને ગુજરાતના જુના દિવસો અંગે જણાવતા કહ્યું હતું કે, પેલા છાસવારે કોમી હુલ્લડ થતા હતા, અને ગાંધીનગર બેઠેલા લોકો ગુંડાઓને સાથ આપતા હતા.
આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
ગુજરાત મેક ઇન ઇન્ડિયાનું હબ બન્યું
વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે ગુજરાતની હાલત કેવી હતી અને પછી કેટલો વિકાસ થયો છે. પહેલા પોરબંદરમાં બોર્ડ લગાવ્યું હતું કે, અહીં ગુજરાત સરકારની કાયદો વ્યવસ્થા પુરી થાય છે. પરંતુ આજે ગુજરાતમાં સુરક્ષા અને સલામતી છે. ઉદ્યોગપતિ રોકાણકારની પહેલી પસંદ ગુજરાત છે. ગુજરાતનું ઉદ્યોગ ઉત્પાદન પહેલા 1 લાખ કરોડ હતું, પરંતુ આજે ગુજરાત ઓટો, પેટ્રો અને કેમિકલ ક્ષેત્રે અવ્વલ આવવા લાગ્યું છે. સાથે જ ગુજરાત મેક ઇન ઇન્ડિયાનું હબ બન્યું છે. છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેક્ચરિંગનો દર 16 ટકા વધ્યો છે. 300 કરોડથી વધુ મૂડીરોકાણ ધરાવતી ડઝનો ફેકટરી વડોદરામાં આવેલી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીઓની વોટબેંક આ પક્ષ ખેંચી જશે!
આ રેલવે એન્જિન વિદેશમાં એક્સપોર્ટ થશે
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વડોદરા, હાલોલ, કાલોલ, દાહોદ, ગોધરાને જોડતો પટ્ટો હાઈટેક બનશે. સાવલીમાં બનેલ રેલ વિદેશમાં એક્સપોર્ટ થાય છે. દાહોદમાં સૌથી શક્તિશાળી રેલવે એન્જિન બનવા જઇ રહ્યું છે. આ રેલવે એન્જિન વિદેશમાં એક્સપોર્ટ થશે. જેથી ગુજરાતનું નામ વિશ્વના ખૂણે ખૂણે રોશન થશે. આમ વડોદરામાં સાયકલથી લઈને હવે હવાઈ જહાજ પણ બનશે.