16 ઓગસ્ટથી સૂર્યદેવ આપશે આ રાશિઓને ખુશીઓ, ચમકાવશે કિસ્મત


- 16 ઓગસ્ટે સૂર્યદેવ એક વર્ષ પછી પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્ય પ્રવેશવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકશે
HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનથી મેષથી લઈને મીન રાશિ સુધીની રાશિઓ પ્રભાવિત થાય છે. 16 ઓગસ્ટે સૂર્યદેવ એક વર્ષ પછી પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્ય પ્રવેશવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકશે અને આ રાશિના જાતકોને ધન લાભની નવી તકો મળશે.
શુક્ર અને સૂર્ય બનાવશે શુક્રાદિત્ય યોગ
શુક્ર હાલમાં સિંહ રાશિમાં વિરાજમાન છે. સૂર્યની સિંહ રાશિમાં જવાથી શુક્ર અને સૂર્યનો સંયોગ શુક્રાદિત્ય યોગ બનાવશે. જાણો કઈ રાશિના જાતકોને મળશે સૂર્યના આ ગોચરનો લાભ
1. વૃષભ (બ,વ,ઉ)
વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભદાયી રહેશે. ભાગ્યનો તમને સાથ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. વેપારીઓ માટે લાભની થવાની શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન, તમારું કોઈપણ સપનું સાકાર થઈ શકે છે. પ્રવાસની શક્યતાઓ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
2. સિંહ (મ,ટ)
સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભદાયી રહેશે. સૂર્યના પ્રભાવને કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. માન-સન્માનમાં વધારો થશે. તમારા રોકાણ પર સારું વળતર મળશે. ભાગીદારીમાં કામ કરનારાઓને સારો ફાયદો થશે.
3. વૃશ્ચિક (ન,ય)
વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ ક્ષેત્રમાં હાથ અજમાવશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો. પૈસા કમાવવાની નવી તકો મળશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. પ્રિયજનોનો સાથ રહેશે. જીવનમાં કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે આ ભૂલો ન કરતા, જાણો જળાભિષેકની સાચી રીત