અદાણી પોર્ટ પરથી બે વર્ષમાં રુ. 375 કરોડ કરતાં વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત વિધાનસભામાં આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારને પ્રશ્ન પુછ્યો હતો કે રાજ્ય સરકારે અદાણી પોર્ટ પરથી કેટલો ડ્ગ્સનો જથ્થો ઝડપ્યો છે. જેના જવાબમાં સરકારે ગૃહમાં વિગતો આપી હતી કે અદાણી પોર્ટ પરથી બે વર્ષમાં 3,75,50,00,000 રુપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
અદાણી પોર્ટ પરથી આટલો ટ્રગ્સનો જથ્થો ઝડપાયો
અદાણી પોર્ટ પરથી બે વર્ષમાં 3,75,50,00,000 રુપિયાનો ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં હેરોઇનનો 75 કિ.ગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતાં બે ઇસમોને પણ ઝડપી પાડ્યા હતા. અને તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલ જથ્થાનો નાશ કરવામા આવ્યો નથી
તેમજ ધારાસભ્ય દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે કે નથી તેના જવાબમાં સરકારે કહ્યું કે પકડાયેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો નથી.
દરિયાઈ સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો
રાજ્યમાં દરિયાઈ સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડવાના અનેક વાર પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ટ્રગ્સ માફિયાઓ વિવિધ મોડસ ઓપરેન્ડી આધારે રાજ્યના પોર્ટ સુધી ડ્રગ્સ પહોચાડે છે. જેમાં અદાણી પોર્ટ પરથી જ બે વર્ષમાં 375 કરોડ કરતાં વધુ રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ સરકારે ડ્રગ્સની હેરાફેરી કરતાં લોકો સામે કડક કાર્યવાહી પણ કરી હતી.
ગુજરાત ATS એ આટલો ડ્રગ્સ ઝડપ્યો
ભારતીય જળ સીમા પરથી એક વર્ષમાં ગુજરાત ATS દ્વારા 924,97,00,000 કિંમતનો 184,9994 કિં.ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરતા 40 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ પકડયેલા આરોપીઓમાં 7 ભારતીય, 32 પાકિસ્તાની, 1 અફધાનીસ્તાની હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકી, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’, ક્રાઇમ બ્રાન્ચે કર્યો ખુલાસો