ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અડાલજથી કચ્છના ધાર્મિક પ્રવાસે જતી શ્રદ્ધાળુઓની બસ હળવદ પાસે પલટી, 9 ઘાયલ

Text To Speech

મોરબી, તા.18 ડિસેમ્બર, 2024: રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ પલટી મારી જતાં 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હતા.

બસમાં હતા 56 મુસાફરો

ગાંધીનગરના અડાલજથી કચ્છના ધાર્મિક પ્રવાસે ઉપડેલી ખાનગી લક્ઝરી બસને મોરબીના હળવદ પાસે આવેલા દેવળીયા નજીક ગત મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં કુલ 56 જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા અને આ દુર્ઘટનામાં 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

108 એ આવીને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંંચાડ્યા

અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગઈકાલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Back to top button