ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવિશેષ

પહાડી વિસ્તારના ઢાબાથી કોક સ્ટુડિયો સુધી પહોંચ્યો કુમાઉની હિલ્સના કમલાદેવીનો અવાજ

HD ન્યુઝ ડેસ્ક, 14 મે: કોક સ્ટુડિયો ઇન્ડિયાનું ગીત ‘સોનચઢી’ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોની ચર્ચામાં છવાય ગયું છે. કુમાઉના ફોક લઈને આવેલ આ ગીત યુટ્યુબ પર સતત ટ્રેન્ડ કરી રહ્યું છે અને તેની પહાડી મેલોડીને અત્યાર સુધીમાં દોઢ મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂંક્યા છે. જાણીતી સિંગર નેહા કક્કર અને દિગ્વિજય સિંહ પરિયાર ઉર્ફે DigVની સાથે કુમાઉની ફોકની દુનિયામાં આઈકોન કમલા દેવીના અવાજમાં ગવાયેલું આ ગીત પહાડોના દેશી ફોકને રજુ કરે છે. પ્રાદેશિક સંગીતની દુનિયાના કન્ટેમ્પરરી સંગીતની સાથે એક્સપ્લોર કરતા કોક સ્ટુડિયોના આ ગીતમાં કમલા દેવીની હાજરી એ કુમાઉના લોકગતો સાંભળનારાઓનો માટે એક ગર્વની વાત છે. જોકે પહાડની સૌથી યાદગાર અવાજોમાંથી એક કમલા દેવીએ જે સંઘર્ષ સિવાય પોતાના સંગીતને જીવંત રાખ્યું છે, જે એક કલાકારના તેમની કલા પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ છે.

પિતા પાસેથી મળ્યો સંગીતનો વારસો

પોતાની ગાયકીમાં કુમાઉની ફોકની વિરાસત જાળવી રાખનાર કમલા દેવી, ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના લાખાણી ગામના વતની છે. તે ઉત્તરાખંડની પ્રથમ એવી ગાયિકા છે જેઓને કોક સ્ટુડિયો ઇન્ડિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની મુલાકાતમાં 50 વર્ષીય કમલા દેવીએ કહ્યું કે તેમના પિતાએ તેમને લોકસંગીતનો વારસો સોંપ્યો હતો. તેણે કહ્યું, ‘મેં મારા પિતા બીર રામ પાસેથી લોકગીત શીખ્યું હતું. તેઓ પરંપરાગત પહાડી લોક જાગર ગાતા હતા. તેમને ગાતા જોઈને મને પણ ગાવાની પ્રેરણા મળી જેના કારણે હું અનેક પડકારોનો સામનો કરીને પણ લોકગાયક બની.’  કોક સ્ટુડિયો ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું કે, ‘મને પિતાજીના આશીર્વાદ મળ્યા છે . તેમણે કહ્યું કે દીકરા, જ્યારે હું નહીં ગાતો ત્યારે તું જ આ વારસાને સાચવજે. ‘ તેમણે આગળ કહ્યું, ‘ આ ધરોહર મારા પિતાજીની ધરોહર છે અને તેમના આશિર્વાદથી આજે હું કોક સ્ટુડિયો પર છું.’

A-ગ્રેડ કલાકાર હોવા છતાં કમાણી માત્ર અમુક હજારમાં

એક ખાનગી ઈન્ટરવ્યુમાં કમલા દેવીએ કહ્યું હતું કે ઉત્તરાખંડના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમને એ-ગ્રેડ કલાકાર તરીકે માન્યતા મળી છે, પરંતુ તેમ છતાં તેમના જીવનમાં ઘણા પડકારો છે. ચાર બાળકોની માતા કમલા દેવીએ કહ્યું કે તેને વર્ષમાં 5-6 સ્થાનિક શો અને રાજ્યના સંસ્કૃતિ વિભાગ તરફથી બે શો મળે છે. તેણે કહ્યું, ‘મને સ્થાનિક શોમાંથી 2000-3000 મળે છે. મેં ગયા વર્ષે રાજ્યના સંસ્કૃતિ વિભાગ માટે બે શો કર્યા હતા, પરંતુ હજુ સુધી તેના પૈસા મળ્યા નથી.’ તેણે કહ્યું કે તેનો પતિ ગોપાલ રામ દૈનિક મજૂરી કરીને ઘરનો ખર્ચો ચલાવે છે.

ઢાબા પર જમવાની સાથે લોકો કમલા દેવીનું ગીત સાંભળવા આવતા

એક ખાનગી ઈન્ટરવ્યુમાં કમલા દેવીએ કહ્યું, કે તે પહાડી વિસ્તારમાંથી આવે છે. તેથી નાનપણથી જ ગાયન અને લોકગીતોનો શોખ હોવા છતાં, તેમને ક્યારેય તેમની તેમની પ્રતિભાને ન્યાય મળે તે પ્રકારનું મંચ ક્યારેય નથી મળ્યું, પોતાનું ઘર ચલાવવા માટે, તેમણે નૈનીતાલના ભોવાલીમાં એક ઢાબું ખોલ્યું હતું, જ્યાં લોકો જમવાની સાથે-સાથે તેમનાગીતો સાંભળવામાં લોકોને ઘણો રસ પડતો. લોકો કહેતા ‘ જમવાનું પછી જમીશું, પહેલા ગીત સંભળાવો.’

15 વર્ષની ઉંમરથી ગાતા કમલા દેવી જાગર, રાજુલા માલુશાહી, હુડકી બોલ, પતરોલ ગીત, ઝૌડા-ચંચરી, છપેલી, ભગનૌલ અને અન્ય ઘણા પહાડી લોકગીતો ગાવામાં નિપુણ છે. તેઓ પોતાના ઢાબા પર ચાંચરી ગાતા હતા અને રાનીખેતના લોક ગાયક શિરોમણી પંતે તેમને ગાતા સાંભળ્યા હતા. આ પછી તેમના જ માર્ગદર્શન હેઠળ ઘણા બધા કાર્યક્રમોમાં પર્ફોર્મન્સ આપવાનું શરૂ કર્યું. નૈનીતાલનો  શરદોત્સવ એ પહેલો કાર્યક્રમ હતો જેમાં તેમણે રજૂઆત કરી હતી. કમલા દેવી કહે છે કે જ્યારે ઘણા લોકોએ યુટ્યુબ ચેનલો બનાવી અને તેમના લોકપ્રિય ગીતો રેકોર્ડ કરીને તેના પર શેર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવીને પોતાના ગીતો શેર કરવાનું શરુ કર્યું. તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલનું નામ ‘કમલા દેવી ફોક સિંગર’ છે. બસ તેમની યુટ્યુબ ચેનલથી દિગ્વિજયે તેમના અવાજને સાંભળ્યો અને કમલા દેવીને જણાવ્યું કે તે એક પ્રોજક્ટ પર કામ કરી રહ્યા છે જેમાં તેણને ગાવાની તક આપવા માંગે છે. છેવટે, બે-ત્રણ વર્ષ પછી, કોક સ્ટુડિયો ભારતના માધ્યમથી આજે કમલા દેવીનો અવાજ આખા દેશમાં સાંભળી રહ્યો છે.

આ પણ વાંચો:

Back to top button