ટોપ ન્યૂઝબિઝનેસ

1લી એપ્રિલથી સોનુ-ઘરેણા ખરીદવાના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થઈ રહ્યો છે ?

જો તમે 31 માર્ચ પછી સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હોલમાર્ક વિનાની જ્‍વેલરી 31 માર્ચ, 2023 પછી માન્‍ય રહેશે નહીં. હકીકતમાં કેન્‍દ્ર સરકારે સોનાના ઘરેણાં ખરીદવાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે માહિતી આપી છે કે 31 માર્ચ પછી હોલમાર્ક યુનિક આઈડેન્‍ટિફિકેશન (HUID) વગર કોઈ પણ જ્‍વેલરી ટકી શકશે નહીં.

શા માટે નિર્ણય લેવામાં આવ્યો ?

ઉપભોક્‍તા મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય 4 અને 6 અંકના હોલર્માકિંગની ગૂંચવણને લઈને લેવામાં આવ્‍યો છે. નવા નિયમ મુજબ હવે માત્ર 6 નંબરના આલ્‍ફાન્‍યૂમેરિક હોલર્માકિંગ જ માન્‍ય રહેશે. આના વિના સોનાના દાગીનાનું વેચાણ કરવું માન્‍ય રહેશે નહીં. આ સાથે મંત્રાલયે એમ પણ કહ્યું છે કે હવે ચાર અંકના હોલમાર્ક પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. ઉલ્લેખનીય છે કે દેશમાં નકલી દાગીનાના વેચાણને રોકવા માટે સરકારે દોઢ વર્ષ પહેલા પ્રયાસો શરૂ કર્યા હતા.

ગ્રાહકો હોલમાર્ક વિના જૂના ઘરેણાં વેચી શકશે

હોલમાર્ક યુનિક આઇડેન્‍ટિફિકેશન (HUID) નંબર જ્‍વેલરીની શુદ્ધતાને ઓળખે છે. આ 6 અંકનો આલ્‍ફાન્‍યૂમેરિક કોડ છે જેના દ્વારા ગ્રાહકોને સોનાના દાગીના વિશેની તમામ માહિતી મળે છે. આ કોડ દ્વારા છેતરપિંડીના કેસોમાં ઘણો ઘટાડો થયો છે. આ નંબર દરેક જ્‍વેલરી પર લગાવવામાં આવે છે. આવી સ્‍થિતિમાં, 1 એપ્રિલથી દુકાનદારો હોલમાર્ક વિના જ્‍વેલરી વેચી શકશે નહીં, જ્‍યારે ગ્રાહકો હોલમાર્ક વિના જૂના ઘરેણાં વેચી શકશે. જણાવી દઈએ કે દેશભરમાં કુલ 1338 હોલર્માકિંગ સેન્‍ટર છે. તમને જણાવી દઈએ કે આ સેન્‍ટર દેશના 85 ટકા ભાગમાં છે અને બાકીના ભાગોમાં વધુ સેન્‍ટર બનાવવામાં આવી રહ્યા છે.

હોલ માર્કિંગ એ આ કિંમતી ધાતુનું શુધ્‍ધતા સર્ટીફીકેટ

સુક્ષ્મ કક્ષાના યુનિટોમાં કવોલીટી કલ્‍ચરને પ્રોત્‍સાહન આપવા એવુ નક્કી થયુ કે બ્‍યુરો ઓફ ઇન્‍ડિયન સ્‍ટાન્‍ડર્ડસ (બીઆઇએસ) સર્ટીફીકેશન / મીનીમમ માર્કીગ ફીમાં વિભીન્‍ન ઉત્‍પાદનોની સર્ટીફીકેશન યોજનાઓમાં 80 ટકા કન્‍સેશન આપશે. સોનાનું હોલ માર્કિંગ એ આ કિંમતી ધાતુનું શુધ્‍ધતા સર્ટીફીકેટ છે. 16 જૂન 2021 સુધી તે મરજીયાત હતુ. ત્‍યાર પછી સરકારે તેનો તબક્કાવાર અમલ કરાવવાનું નક્કી કર્યુ હતુ અને પછી બીજા તબક્કામાં વધુ 32 જીલ્લાઓ ઉમેરીને કુલ 288 જીલ્લાઓ કરાયા હતા. હવે 51 વધુ જીલ્લાઓ ઉમેરાઇ રહ્યા છે.

હાલ બંનેનો થઈ રહ્યો છે ઉપયોગ

એક ઓફીશ્‍યલ સ્‍ટેટમેન્‍ટમાં કહેવાયુ છે કે 1 એપ્રીલ 2023થી એચયુઆઇડી નંબરવાળા જ સોનાના ઘરેણાઓ વેચી શકાશે. ગ્રાહક બાબતોના વિભાગના અધિક સચિવ નિધી ખરેએ કહ્યું કે ગ્રાહકોના હિતમાં એવુ નક્કી કરાયુ છે કે 31 માર્ચ પછી સોનાના ઘરેણા અને ઘરેણાઓ એચયુઆઇડી વગર વેચવાની પરવાનગી નહીં અપાય. તેણીએ કહ્યું કે અત્‍યારે ચાર આંકડાના અને 6 આંકડાના એચયુઆઇનો ઉપયોગ થાય છે.

Back to top button