Friendship Day 2023: જાણો કઇ રાશિના લોકો નથી બની શકતા સારા મિત્રો
- કેટલીક રાશિના જાતકોની એકબીજા સાથે મિત્રતા થઇ શકતી નથી
- મેષ રાશિના લોકો મકર અને કર્ક રાશિના સારા મિત્ર બની શકતા નથી
- વૃષભ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો સાથે સારી મિત્રતા હોતી નથી
વ્યક્તિના જીવનમાં મિત્રો ખૂબ મહત્ત્વના હોય છે. એક સારો મિત્ર તમને દરેક ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને ખરાબ સમયમાં તમારો સાથ આપે છે. જીવનમાં દોસ્તીનું મહત્ત્વ વધારવા માટે દર વર્ષે ફ્રેન્ડશિપ-ડે મનાવવામાં આવે છે. મિત્રો સાથે વિતાવેલો સમય ઘણી વખત યાદગાર બની જાય છે. જોકે કેટલીક મિત્રતામાં કડવાશ પણ આવી જતી હોય છે. રાશિઅનુસાર કેટલીક રાશિઓ એવી છે જેની સાથે ગાઢ મિત્રતા ન કરવી જોઇએ કેમકે બાદમાં આ વ્યક્તિઓ સાથે તમારી મિત્રતા ખરાબ થઇ શકે છે.
મેષ
મેષ રાશિ એનર્જી અને એક્શનને એન્જોય કરે છે. તેઓ ખૂબ જલ્દી કોઇના પણ મિત્રો બની જાય છે. જોકે કર્ક રાશિ અને મકર રાશિના લોકો સાથે દોસ્તી કરવામાં સાવધાન રહેવુ જોઇએ. મેષ રાશિનો કોઇ વસ્તુને લઇને સીધો અને ઉતાવળભર્યો નિર્ણય કર્ક રાશિની સંવેદનશીલતા અને સુરક્ષાની જરૂરિયાત સાથે ટકરાઇ શકે છે. મેષ રાશિ અને મકર રાશિનો સફળતા મેળવવાનો વિચાર એકસરખો ભલે હોય, પરંતુ તેમની રણનીતિઓ અલગ હોય છે. મેષ રાશિના લોકો સાહસિક કાર્ય કરવાનું પસંદ કરે છે, તો મકર રાશિના લોકો અનુશાસનનો રસ્તો અપનાવે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો સાથે સારી મિત્રતા હોતી નથી, કેમકે વૃષભ રાશિના લોકો સ્થિરતા અને ઇમાનદારીને મહત્ત્વ આપે છે. સિંહ રાશિની ધ્યાન આપવાની જરૂરિયાત સાથે તેને ટક્કર થઇ શકે છે. વૃષભ અને સિંહ રાશિની દોસ્તી સારી રહેશે, પરંતુ સિંહ રાશિની પ્રશંસાની ઇચ્છાના કારણે અણબનાવ થઇ શકે છે. વૃષભ રાશિના લોકોને કુંભ રાશિના દોસ્તો સાથે અસહમતિ થઇ શકે છે કેમકે કુંભ રાશિના લોકો નવા વિચારો પર વિશ્વાસ રાખવા માટે જાણીતા છે.
મિથુન
મિથુન રાશિના જાતકો પોતાની ટેલેન્ટ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતા છે. જોકે તેમને વૃશ્વિક રાશિના લોકો સાથે સારી દોસ્તી કરવામાં પરેશાની થઇ શકે છે. મિથુન રાશિ લોકો સંબંધોમાં ઉંડાણની પ્રશંસા કરે છે, પરંતુ વૃશ્વિક રાશિના લોકો પોતાના તેજ સ્વભાવ માટે જાણીતા છે. મિથુન અને વૃશ્વિક રાશિના લોકો વચ્ચે ક્યારેક તકરાર થઇ શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતકો ખૂબ ભાવુક હોય છે, તેઓ બીજાની પરવાહ કરે છે. જોકે તેમને તુલા રાશિના લોકો સાથે દોસ્તી કરવામાં સાવધાન રહેવુ પડે છે. તુલા રાશિની ઇચ્છાઓ અને અનિશ્વિતતાઓથી કર્ક રાશિના લોકો ઘણી વખત ખરાબ અનુભવી શકે છે. કર્ક રાશિના ભાવુક સ્વભાવ અને તુલા રાશિના કુટનિતિક વ્યવહારમાં સંતુલન રાખવુ મુશ્કેલ હોય છે. આ કારણે બંને વચ્ચે અણબનાવ થઇ શકે છે.
સિંહ
સિંહ રાશિના લોકોને લાઇમલાઇટમાં રહેવુ પસંદ હોય છે તેઓ એક નવી ઓળખ બનાવવાનું પસંદ કરે છે. તેઓ એક આકર્ષક અને તાકાતવર વ્યક્તિત્વના હોય છે. તે વસ્તુઓને નિયંત્રણમાં રાખવાનું પસંદ કરે છે. આ કારણે ઘણી વખત વૃશ્વિક રાશિની પ્રભુત્વ જમાવવાની ઇચ્છાના કારણે આ રાશિઓ વચ્ચે દોસ્તીમાં તકરાર આવી શકે છે. સિંહ રાશિ અને વૃષભ રાશિના લોકો સારા દોસ્ત બની શકતા નથી.
કન્યા
કન્યા રાશિના જાતકોએ ધન રાશિના લોકો સાથે સાવધાનીથી દોસ્તી કરવી જોઇએ. ધન રાશિના લોકોની રિસ્ક લેવાની આદતથી ઘણી વખત કન્યા રાશિના વ્યક્તિઓને અસહજતા અનુભવાય છે. આ સાથે મેષ અને કન્યા રાશિની દોસ્તી શરૂઆતમાં ખૂબ સારી હોય છે, પરંતુ ધીમે ધીમે તેમાં તિરાડ પડવા લાગે છે. મેષ રાશિના લોકો ઉતાવળિયા અને અચાનકથી નિર્ણય લેવા માટે જાણીતા છે. કન્યા રાશિના વ્યક્તિઓએ કોઇ પણ કામ કરતા પહેલા યોજના બનાવવાની જરૂર હોય છે. જે બંનેની દોસ્તી વચ્ચે અણબનાવનું કારણ બને છે.
તુલા
તુલા રાશિના લોકો સંતુલન અને તાલમેલ બનાવી રાખવાનું પસંદ કરે છે. તેના લીધે ઘણી વખત કર્ક રાશિના લોકો સાથે જોડાવામાં તકલીફ અનુભવાય છે. કર્ક રાશિના લોકોનો ભાવુક સ્વભાવ તુલા રાશિના લોકો માટે સારો અને ખરાબ બંને સાબિત થઇ શકે છે. કર્ક રાશિનો નાજુક વ્યવહાર ઘણી વખત તુલા રાશિની અનિશ્વિતતાઓના કારણે પરેશાનીઓનું કારણ બની શકે છે. તુલા રાશિની મકર રાશિના લોકો સાથે સારી દોસ્તી થઇ શકતી નથી.
વૃશ્વિક
આ લોકો ઝનુની અને તેજ સ્વભાવના હોય છે. તેમણે મેષ રાશિના લોકો સાથે દોસ્તી કરવાથી બચવુ જોઇએ. મેષ રાશિનો ઉગ્ર સ્વભાવ વૃશ્વિક રાશિના લોકોના દેખભાળ કરવાના સ્વભાવ સાથે ટકરાઇ શકે છે. આ કારણે વૃશ્વિક રાશિ અને સિંહ રાશિના લોકો સારા મિત્રો બની શકતા નથી. વૃશ્વિક રાશિના લોકો ભાવનાત્મક જોડાણને મહત્ત્વ આપે છે, જ્યારે સિંહ રાશિના લોકોને ધ્યાન ખેંચવાનું અને પ્રશંસા પસંદ હોય છે.
ધન
ધન રાશિના જાતકો વૃષભ રાશિના લોકો સાથે જોડાવામાં કઠિનાઇ અનુભવે છે, કેમકે આ બંનેની ઉર્જા અલગ હોય છે. ધન રાશિના લોકો પરિવર્તન અને અચાનક નિર્ણયો લેવાનું પસંદ કરે છે, જ્યારે વૃષભ રાશિના લોકો સ્થિરતા અને રૂટિનને વધુ જરૂરી માને છે, જે એકબીજા વચ્ચે ગેરસમજની સ્થિતિ પેદા કરે છે. ધન રાશિને કન્યા રાશિના લોકો સાથે પણ બનતુ નથી.
મકર
મકર રાશિના લોકો વ્યવહારિક અને અનુશાસિત સ્વભાવના હોય છે, જેના કારણે ઘણી વખત સિંહ રાશિ સાથે દોસ્તી કરવામાં પડકાર અનુભવે છે. સિંહ રાશિના લોકોનું ધ્યાન અને પ્રશંસાની ઇચ્છા ઘણી વખત મકર રાશિ સાથે અણબનાવનું કારણ બને છે. મકર અને તુલા રાશિના વ્યક્તિઓ સારા મિત્રો બની શકતા નથી.
કુંભ
કુંભ રાશિના લોકોના નવા વિચારો ઘણી વખત વૃષભ રાશિના પારંપારિક વિચારો સાથે મેળ ખાતા નથી. જે તેમની વચ્ચે મતભેદોનું કારણ બને છે. વૃષભ રાશિના લોકો સ્થિરતાને મહત્ત્વ આપે છે, જ્યારે કુંભ રાશિના જાતકો પરિવર્તન અને અસ્થિરતાને જરૂરી માને છે. તેમના વિચારોમાં અંતર તેમની દોસ્તીને ખરાબ થવાનું કારણ બની શકે છે.
મીન
મીન રાશિના લોકોને મેષ રાશિના લોકો સાથે દોસ્તી કરવામાં સમસ્યા થઇ શકે છે. મેષ રાશિના લોકો દ્રઢ ઇચ્છા અને પોતાની ઇચ્છા સ્પષ્ટ રીતે વ્યક્ત કરનારા હોય છે. જે મીન રાશિના સરળ અને નાજુક સ્વભાવના કારણે ટકરાવનું કારણ બની શકે છે. મેષ રાશિના લોકો પોતાની વાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે જે વાત મીન રાશિના લોકોને ખરાબ લાગી શકે છે. તેથી સિંહ રાશિ અને મીન રાશિના લોકો સારા મિત્ર બની શકતા નથી.
આ પણ વાંચોઃ આ ફ્રુટ્સ સવારે ખાલી પેટે ભુલથી પણ ન ખાશો: થશે મોટુ નુકશાન