ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઈન્સ્ટાગ્રામ દ્વારા બન્યા મિત્ર, મળવાના બહાને કર્યો બળાત્કાર, બીજાએ વીડિયો બનાવ્યો તો ત્રીજો ચલાવતો રહ્યો કાર

  • મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક સગીર પર તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બન્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો સામેલ હતા જેમાંથી બેની પોલીસે ધરપકડ કરી લીધી છે

ગ્વાલિયર, 20 જુલાઈ: મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સગીરા પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કર્યા બાદ એક આરોપીએ ચાલતી કારમાં સગીર સાથે બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે કારમાં ત્રણ લોકો સવાર હતા. એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો, જ્યારે અન્ય વ્યક્તિએ વીડિયો બનાવ્યો હતો. જોકે પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાને લગતી ફરિયાદ 1 જૂનના રોજ મોહના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જોકે ગુરુવારે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઈન્સ્ટા દ્વારા થઈ હતી મિત્રતા

માહિતી આપતા પોલીસે જણાવ્યું કે પીડિત સગીર છોકરી ધોરણ 9ની વિદ્યાર્થિની છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક આરોપી સાથે મિત્રતા કરી હતી. આ પછી તેની ઓળખ અન્ય આરોપી સાથે પણ થઈ હતી. એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એએસપી) નિરંજન શર્માએ કહ્યું કે બંનેએ સોશિયલ મીડિયા પર વાત કરી. આ પછી 1 જૂનના રોજ બંને પુરુષ અને અન્ય એક આરોપી છોકરીને તેના ગામમાં મળવા આવ્યા. અહીં મળ્યા બાદ આરોપીઓએ તેને તેમની સાથે ફરવા માટે દબાણ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મુજબ એક આરોપીએ તેની સાથે બળાત્કાર કર્યો જ્યારે બીજાએ તેનું શૂટિંગ કર્યું હતું અને બાકીનો જે આરોપી હતો તેણે કાર ચલાવી હતી.

પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

પોલીસે જણાવ્યું કે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને પીડિતાને વારંવાર મળવા બોલાવી હતી. જો કે પીડિતાએ મળવાની ના પાડતા આરોપીએ વીડિયો વાયરલ કર્યો હતો. બાદમાં જ્યારે પીડિતાના પરિવારને ઘટનાની જાણ થઈ ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીની શોધખોળ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું કે ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન અને કાર જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: હરિદ્વારથી ‘જળ’ લઈને આવી રહેલા ત્રણ કાવરિયા પર અન્ય સમુદાયના બદમાશોનો હુમલો

Back to top button