Fridge Cleaning Hacks: શું તમારા ફ્રિજમાંથી પણ દુર્ગંધ આવે છે? આ દેશી જુગાડથી નવા જેવું ચમકી જશે

Deep clean refrigerator at home: ઘણીવાર લોકો ફ્રિજની સફાઈને કંટાળાજનક કામ માનીને ટાળતા હોય છે, જેના કારણે તેમાં બેક્ટેરિયા અને દુર્ગંધ પેદા થાય છે. ફ્રિજ રસોડાનો મહત્વનો ભાગ છે, જે ખાવા-પીવાની વસ્તુઓને તાજી રાખે છે. જો તમે લાંબા સમયથી ફ્રિજ સાફ નથી કર્યું, તો આજે અમે તમને તેને ડીપ ક્લીન કરવાની 5 સરળ અને અસરકારક રીતો જણાવીશું.
ફ્રિજને સંપૂર્ણ ખાલી કરો
ફ્રિજ સાફ કરવાની શરૂઆત હંમેશા તેને ખાલી કરીને કરો. સફાઈ કરતા પહેલા અંદર રાખેલો તમામ સામાન બહાર કાઢી લો અને દરેક વસ્તુને ધ્યાનથી તપાસો. જે વસ્તુઓ એક્સપાયર થઈ ગઈ હોય અથવા બગડી ગઈ હોય તેને તરત જ ફેંકી દો. બાકીના સામાનને અલગ-અલગ ગ્રુપમાં વહેંચી દો, જેથી સફાઈ પછી ગોઠવવામાં સરળતા રહે.
માઈલ્ડ ક્લીનરનો ઉપયોગ કરો
ફ્રિજની અંદર ક્યારેય પણ તેજ કેમિકલવાળા ક્લીનરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેની અસર ખોરાક પર પડી શકે છે. સફાઈ માટે હૂંફાળા પાણીમાં થોડો સાબુ અથવા બેકિંગ સોડા ભેળવીને દ્રાવણ તૈયાર કરો. આનાથી ફ્રિજના જિદ્દી ડાઘ સરળતાથી સાફ થઈ જાય છે અને દુર્ગંધ પણ દૂર થાય છે.
ટ્રે અને સેલ્ફને અલગથી ધોઈ લો
ફ્રિજમાં રહેલી ટ્રે, રેક અને ડ્રોઅરને બહાર કાઢીને અલગથી ધોવા વધુ હિતાવહ છે. તેને હૂંફાળા પાણીથી સાફ કરો, પરંતુ ધ્યાન રાખો કે પાણી અતિશય ગરમ ન હોય, નહિતર ટ્રેમાં તિરાડ પડી શકે છે. ધોયા પછી તેને બરાબર કોરી કરીને જ ફરીથી ફ્રિજમાં ગોઠવો.
ખૂણા અને રબર સીલની સફાઈ
ફ્રિજના ખૂણાઓ અને દરવાજાની રબર સીલમાં અવારનવાર ગંદકી અને બેક્ટેરિયા જમા થાય છે, જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ. આ ભાગોને સાફ કરવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરો. હળવા હાથે ઘસીને ખૂણાઓ સાફ કરવાથી ફ્રિજ સંપૂર્ણપણે જંતુમુક્ત થઈ જશે.
ફ્રિજને લાંબો સમય સાફ રાખવાની ટિપ્સ
સફાઈ કર્યા પછી ફ્રિજને લાંબો સમય ચોખ્ખું રાખવું પણ જરૂરી છે. જો કંઈપણ ઢોળાય તો તેને તરત જ સાફ કરો. ખોરાક હંમેશા એરટાઈટ કન્ટેનરમાં રાખો જેથી ગંધ ન ફેલાય. ફ્રિજમાં એક નાની વાટકીમાં બેકિંગ સોડા ભરીને રાખવાથી અંદરની દુર્ગંધ શોષાઈ જાય છે અને ફ્રિજ હંમેશા ફ્રેશ રહે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટને ઓસ્ટ્રેલિયાનો ઝટકો: કમિન્સ સહિતના સ્ટાર ખેલાડીઓ IPL છોડીને પાકિસ્તાન નહીં જાય
આ પણ વાંચોઃ શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો: થયા ચોંકાવનારા ખુલાસા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












