ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ

  • સુરત કમિશનરેટમાં 1200થી વધુ નોન ફાઇલર્સ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી
  • રૂપિયા 10 લાખથી વધુની કાર રૂપિા 50 લાખથી વધુના મકાનો ખરીદનારા પણ ભરાયા
  • દેશભરમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

ગુજરાતમાં રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં લાખોની સંપત્તિ ખરીદીને પણ રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ સામે આવકવેરાની તવાઇ છે. દક્ષિણ ગુજરાતમાં 1200થી વધુને જવાબ આપવા માટેની નોટિસ મોકલાઇ છે.

આ પણ વાંચો: જૂનાગઢ: લીલી પરિક્રમાનો રેકોર્ડ તુટ્યો, જાણો કેટલા ભાવિકો બોરદેવી વટાવી વતન ભણી રવાના 

સુરત કમિશનરેટમાં 1200થી વધુ નોન ફાઇલર્સ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી

રૂપિયા 10 લાખથી વધુની કાર રૂપિા 50 લાખથી વધુના મકાનો ખરીદનારા પણ ભરાયા છે. તમામ નોટિસો નાણાકીય વર્ષ 2019-20 માટે કરદાતાઓને આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવકવેરા વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ તરફથી મળેલી માહિતીના આધારે સુરત કમિશનરેટમાં 1200થી વધુ નોન ફાઇલર્સ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે. જો તેઓ આવકવેરા વિભાગ દ્વારા પૂછવામાં આવેલા સવાલોનો સંતોષકારક જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી શરૂ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ, જાણો કયા છે ભારે વરસાદ પડવાની આગાહી

કોઇ પણ મોટી રકમની ખરીદી કરવી હોય ત્યારે પાનકાર્ડ ફરજિયાત

આવકવેરા વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ડિપાર્ટમેન્ટ લોકો દ્વારા કરવામાં આવતા મોટા આર્થિક સોદાઓ પર વોચ રાખે છે. કોઇ પણ મોટી રકમની ખરીદી કરવી હોય ત્યારે પાનકાર્ડ ફરજિયાત છે. પાનકાર્ડની એન્ટ્રી નાખતા જ તેની સીધી માહિતી આવકવેરા વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટને મળી જાય છે. મોંઘી કાર કે જ્વેલરી અથવા તો 50 લાખથી વધુ રકમની જમીન-મકાનની ખરીદી સહિતની માહિતી અનેક પ્રકારથી આવકવેરા વિભાગને મળે છે. બેંકમાં 10 લાખ રૂપિયાથી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ કરવામાં આવે તેની માહિતી પણ બેંકોએ આવકવેરા વિભાગને આપવી પડે છે. આ રીતે અનેક પ્રકારથી મેળવેલી માહિતીઓના આધારે દેશભરમાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ટુ-વ્હીલર પર સ્ટંટ કરતાં સગીરોના વાલીઓ સામે ગુનો નોંધાયો

તમામ નોટિસો નાણાકીય વર્ષ 2019-20 માટે કરદાતાઓને આપવામાં આવી

સુરત કમિશનરેટમાં પણ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં 1200થી વધુ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે. આ તમામ લોકો એવા છે કે જેઓએ મોટી રકમની એફડી બેંકમાં જમા કરાવી છે, અથવા 10 લાખથી વધુ રકમની ગાડી ખરીદી છે કે 50 લાખ રૂપિયાથી વધુની જમીન-મકાન વગેરેની ખરીદી કરે છે પરંતુ તેમણે રિટર્ન ફાઇલ કર્યા નથી. અમુક લોકોએ રિટર્ન ફાઇલ કર્યા છે પરંતુ માહિતી છુપાવી છે. આ તમામ નોટિસો નાણાકીય વર્ષ 2019-20 માટે કરદાતાઓને આપવામાં આવી છે.

Back to top button