વારંવાર છીંક આવવી પણ હોઈ શકે છે હેલ્થ માટે ખતરનાક, ફટાફટ કરો આ કામ


- વારંવાર છીંક આવવી એ એલર્જીનું સામાન્ય લક્ષણ છે. આ સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. તેનાથી બચવા માટે લોકો દવાઓ લે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી દવાઓ લેવી આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
લોકોને શરદી કે ઉધરસ ન હોય ત્યારે પણ છીંક આવવાની તકલીફ રહે છે. વારંવાર છીંક આવવી એ એલર્જીનું સામાન્ય લક્ષણ છે. આ સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. તેનાથી બચવા માટે લોકો દવાઓ લે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી દવાઓ લેવી આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આજે તમને જણાવીશું કેટલાક ઘરેલું ઉપાય, જેનાથી તમે છીંકથી રાહત મેળવી શકો છો.
જાણો છીંક આવવાના કારણો
છીંક આવવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ સતત છીંક આવવી એ એલર્જીની નિશાની છે. એલર્જી સિવાય છીંક આવવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે નાકમાં બળતરા, નાક ડ્રાય થવું, શરદી, વાઈરસ વગેરે
એલર્જીના લક્ષણો
એલર્જીના ઘણા લક્ષણો છે જેમ કે સતત વહેતું નાક, આંખોમાં ખંજવાળ, ગળામાં દુખાવો, લાલાશ, આંખો લાલ થઈ જવી, ચામડી પર ચકામા, સોજો, નાક બંધ રહેવું વગેરે. જો તમને આવા લક્ષણો દેખાય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
જાણો ઉપાય
સૌથી અગત્યની બાબત એ છે કે તમારા ઘરને સ્વચ્છ રાખો. ધૂળ, સૂર્યપ્રકાશ અને પાળતુ પ્રાણીના વાળથી બચો. કેમકે ઘરમાં આવું ઘરમાં હોવાથી એલર્જીના ચાન્સ વધી જાય છે. આ સિવાય તેનાથી બચવા માટે તમારે નાક સંબંધિત કસરત-પ્રાણાયમ કરવા જોઈએ. હેલ્ધી ખોરાક લો, ઈમ્યુનિટી મજબૂત કરો. આ ઉપાયો કરીને તમે એલર્જીથી બચી શકો છો.
આ પણ વાંચોઃ બાળકોના મગજને શાર્પ બનાવવામાં મદદ કરશે આ ફૂડ, વધશે યાદશક્તિ