ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો જયપુર પહોંચ્યા, આમેર કિલ્લા પર કચ્છી ઘોડી નૃત્ય નિહાળ્યું

જયપુર (રાજસ્થાન), 25 જાન્યુઆરી: ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો ભારતની બે દિવસીય  મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર પહોંચ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને સીએમ ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. મેક્રો આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ છે. મેક્રો ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે. એટલું જ નહીં, થોડા સમયમાં તે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોડ શો પણ કરશે. આ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ જયપુરમાં અલગ-અલગ સ્થળોની મુલાકાતે છે.

ઇમેન્યુઅલ મેક્રો હાલમાં આમેર ફોર્ટ પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર હાજર હતા. મેક્રો પણ આમેર ફોર્ટ ખાતે લોકો સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી.  આમેર કિલ્લા પર કચ્છી ઘોડી નૃત્ય અને સાંસ્કૃતિક નૃત્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓએ રાજસ્થાની પેઇન્ટિંગ આર્ટની પ્રશંસા કરીને કલાકારો સાથે વાતચીત કરી હતી.

પીએમ મોદી અને મેક્રોનની જયપુરમાં ભવ્ય રોડ શો કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેક્રો જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી સંયુક્ત રોડ શો શરૂ કરશે. આ રોડ શો હવા મહેલ સુધી ચાલુ રહેશે. હવા મહેલમાં ફોટો સેશન થશે.મુલાકાત દરમિયાન પીએમ મોદી અને મેક્રો બંને હસ્તકલાની દુકાન અને ચાની દુકાનની પણ મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ પછી બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમની મુલાકાત લેશે. દિવસનું સમાપન રામબાગ પેલેસમાં થશે જ્યાં પીએમ મોદી મેક્રો માટે ખાનગી રાત્રિભોજનનું આયોજન કરશે. આ પછી ફ્રાન્સના પ્રમુખ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રાત્રે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા

મેક્રો મુખ્ય અતિથિ તરીકે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રેન્ચ આર્મીની ટુકડી ભાગ લઈ રહી છે. આ સમારોહમાં બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સનું એરબસ A330 મલ્ટી-રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભાગ લેશે. મેક્રો મુખ્ય અતિથિ તરીકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપનાર છઠ્ઠા ફ્રેન્ચ નેતા છે, તેમની પહેલાં 2016માં ફ્રાન્સના તત્કાલિન પ્રમુખ ફ્રાન્કોઈસ ઓલાંદે, 2008માં નિકોલસ સરકોઝી, 1998માં જેક્સ શિરાક, 1980માં વેલેરી ગિસકાર્ડ ડી’એસ્ટાઈંગ અને 1976માં વડાપ્રધાન જેક શિરાક ભારતના પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બન્યા હતા.

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પર ફ્રાન્સના પ્રમુખ મેક્રો બનશે ભારતના મુખ્ય મહેમાન

Back to top button