ટોપ ન્યૂઝવર્લ્ડ

ફ્રેન્ચ સેનાનો દાવોઃ માલીમાં લશ્કરી છાવણીઓ પાસે રશિયા મૃતદેહોને દફનાવે છે, ફેક એકાઉન્ટથી ફોટા પોસ્ટ કરે છે!

Text To Speech

આંતરરાષ્ટ્રીય ડેસ્કઃ ફ્રાન્સે શુક્રવારે રશિયાને બદનામ કરવા માટે લશ્કરી છાવણીઓ પાસે ડઝનેક માલિયન નાગરિકોના મૃતદેહોને દફનાવવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ ફ્રાન્સની સેનાએ ઉત્તર માલીમાં લશ્કરી છાવણીઓ માલીની સેનાને સોંપી દીધી હતી.

રેતીમાં નાગરિકોના મૃતદેહો ઢાંકી રહ્યા હતા
ફ્રાન્સના એક સૈન્ય અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એરિયલ સર્વેલન્સ દરમિયાન મેળવેલા ફોટોગ્રાફ્સમાં આ વાતની પુષ્ટિ થઈ શકે છે. તે જ સમયે સેનાએ દાવો કર્યો છે કે, તેની પાસે એક વીડિયો પણ છે જેમાં જોઈ શકાય છે કે માલીના ઉત્તરીય ભાગમાં ગોસી લશ્કરી છાવણીથી લગભગ ચાર કિલોમીટર પૂર્વમાં રશિયન નાગરિક લડવૈયાઓ સહિત 10 કોકેશિયન (શ્વેત) સૈનિકો એક ડઝનથી વધુ માલી નાગરિકોના મૃતદેહોને રેતીથી ઢંકી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં માલીની સેનાને આર્મી કેમ્પ સોંપનાર ફ્રાન્સની સેનાનું કહેવું છે કે, રશિયા તેની છબી ખરાબ કરવા માટે આવું કરી રહ્યું છે.

ફેક એકાઉન્ટમાંથી તસવીરો મૂકાઈઃ ફ્રાંસ અધિકારી
ફ્રાન્સના અધિકારીએ જણાવ્યું હતું કે રશિયાને ટેકો આપતા વેગનર દ્વારા બનાવવામાં આવેલા નકલી એકાઉન્ટમાંથી મૃતદેહોના ઘણા ફોટા ટ્વીટ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ટ્વિટમાં ફ્રાંસ પર હત્યા અને મૃતદેહોને દફનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Back to top button